લાઠી મત વિસ્તારના ભાજપા ઉમેદવાર ગોપાલ વસ્તપરાએ સમાજના અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી પત્ર રજુ કર્યુ

દામનગર લાઠી વિધાન સભા મત વિસ્તાર ૯૬ બેઠક ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ગોપાલભાઈ વસ્તપરા એ બે હાજર કરતા વધુ કાર્યકર્તા ઓ ની વિશાળ રેલી યોજી ઉમેદવારી પત્ર પ્રાંત કચેરી લાઠી ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું  લાઠી બાબરા દામનગર એમ ત્રણ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ સંખ્યા માં ગોપાલભાઈ વસ્તપરા ના સમર્થકો હાજર રહ્યા હતા.ભારતીય જનતા પાર્ટી ના તમામ સંગઠન ના હોદેદારો જિલ્લા ભાજપ ના અગ્રણી ઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો ના અગ્રણી ઓ સહિત તમામ સમાજ ના અગ્રણી ઓ લાઠી ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા બપોર ના બાર કલાકે લાઠી વિધાન સભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અને હજારો સમર્થકો ની રેલી દ્વારા ઉમેદબારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હતું.