ઉપલેટા જિ.પં.ની 2 બેઠક પર કોંગ્રેસ 1 ઉપર ભાજપ; તા.પં.માં ફિફટી ફિફટી

ઉપલેટામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આજરોજ થયેલી મતગણતરીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 8 બેઠક ભાજપે, 8 બેઠક કોંગ્રેસે તો 2 બેઠક અપક્ષે મેળવી છે. જયારે જિલ્લા પંચાયતની કુલ ત્રણ બેઠકમાંથી 2 બેઠક પર કોંગ્રેસે અને 1 બેઠક પર ભાજપે કબ્જે જમાવ્યો છે. તા.પં.ની તલંગણા બેઠક પર અપક્ષ, મોજીરા બેઠક પર ભાજપના ઉમેદવાર, ડુમીયાણી બેઠક પર કોંગ્રેસના અંજનાબેન ઉંટડીયાતો નાગવદર બેઠક કોંગ્રેસે કબ્જે કરી છે. જિલ્લા પંચાયતની પાનેલી, ડુમીયાણી બેઠક કોંગ્રેસે તો કોલકી બેઠક ભાજપે કબ્જે કરી છે.

તા.પં. તલંગણા બેઠક અપક્ષ

જી. પં. પોનેલી બેઠક કોંગ્રેસ

તા.પં. મોજીરા બેઠક ભાજપ

તાં.પં. ડુમિયાણી બેઠક કોંગ્રેસ

તા.પં. નાગવદર બેઠક કોંગ્રેસ

જી.પં. ડુમિયાણી બેઠક કોંગ્રેસ

જી.પં. કોલકી બેઠક ભાજપ