Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ આજે શહેરના છ વોર્ડના પ્રમુખ અને બે વોર્ડના મહામંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરી છે. મહાપાલિકાની ચૂંટણી લડેલા હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હતા. આ ઉપરાંત એકયા બીજા કારણોસર પ્રમુખ અને મહામંત્રીની જગ્યાઓ ખાલી પડી હતી.જેના માટે આજે નિમણૂક કરવામાં આવી છે.

વોર્ડ નં.2,5,8,13,14 અને 18 ના પ્રમુખ જાહેર કરતું શહેર ભાજપ

વોર્ડ નં.8 અને 13ના મહામંત્રીઓ પણ જાહેર કરાયા:નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવતા શહેર ભાજપના આગેવાનો

Screenshot 1 24

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ આજે રાજકોટ શહેરમાં વિવિધ વોર્ડમાં ખાલી પડેલી પ્રમુખ અને મહામંત્રીની જગ્યાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિ એક એક હોદા ના સિદ્ધાંતને અનુસરી રહી છે. જેના કારણે મહાપાલિકાની ચૂંટણી લડેલા વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓની પોતાના હોદા પરથી રાજુનામું આપતા જગ્યાઓ ખાલી પડી હતી.

વોર્ડ નંબર 2ના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નંબર 5ના પ્રમુખ તરીકે દિનેશભાઈ ધિયાડ, વોર્ડ  નંબર 8 ના પ્રમુખ તરીકે તેજસભાઈ જોશી, વોર્ડ નંબર 13 ના પ્રમુખ તરીકે કેતનભાઇ વાછાની, વોર્ડ   નંબર 14 ના પ્રમુખ તરીકે હરિભાઈ રાતડીયા અને વોર્ડ નંબર 18 ના પ્રમુખ તરીકે શૈલેષભાઈ બુસાની નિમણૂક કરવામાં આવી છે.જયારે વોર્ડ નંબર 8 ના મહામંત્રી તરીકે જયસુખભાઇ મારવીયા અને વોર્ડ નંબર શહેરના મહામંત્રી તરીકે ભરતભાઈ સવસેટાની નિયુક્તિ કરવામાં આવી છે. વિવિધ વોર્ડના નવનીયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા,રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ,શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય અને મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સહિતના શહેર ભાજપના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.