Abtak Media Google News

રાજકોટમાં સૌરાષ્ટ્ર રીઅલ એસ્ટેટ સમિટમાં સી.આર.પાટીલે કહ્યુ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે

રાજ્ય સરકાર દ્વારા જે રિતે વિકાસ કામોની વણઝાર શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત અલગ-અલગ કેન્દ્રીય મંત્રીઓ છાશવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે જે રિતે હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે જોતા છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલી યોજાશે. જો કે ગઇકાલે રાજકોટની મુલાકાત દરમિયાન ખૂદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.

રાજકોટ ખાતે ગઇકાલે યોજાયેલી સૌરાષ્ટ્ર રીઅલ એસ્ટેટ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને તેઓને એક મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં સી.આર.નો ફોટો અને ગુજરાતનો નકશો હતો. આ ચિત્ર સ્વિકારતી વેળાએ તેઓએ ભારપૂર્વકએ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે મને વિશ્ર્વાસ છે કે જે રિતે તમે આજે મને ગુજરાત આપ્યુ છે તે રિતે આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે ગુજરાત સોંપશે.

ગુજરાતમાં નિર્ધારિત સમય કરતા વહેલી વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે વાત પર હવે લગભગ પૂર્ણ વિરામ મૂકાય ગયું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આડકતરી રીતે એવી ટકોર કરી ચૂક્યા છે કે રાજ્યમાં ચૂંટણી સમય સરજ યોજાશે. જો કે બીજી તરફ કાર્યકરો અને રાજકીય પંડિતોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે સત્તાધારી પક્ષ અને સરકારના મંત્રીઓ ચૂંટણી સમયસર યોજાશે તેવું વારંવાર કહેતા હોય ત્યારે વહેલી ચૂંટણીની સંભાવના વધી જતી હોય છે. જો કે વહેલી ચૂંટણી આવતી હોય તો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું હોત અને વિધાનસભાનું વિસર્જન કરવાની દરખાસ્ત કરી દેવામાં આવી હોવી જોઇએ. કારણ કે ચુંટણી પંચને પણ ચૂંટણી માટે પ્રર્યાપ્ત સમય મળવો જોઇએ. મોડામાં મોડી 15મી જૂન સુધીમાં ચૂંટણી યોજવી હોય તો અત્યારે વિધાનસભાનું વિસર્જન થઇ જવું જોઇએ. રાજ્યમાં હવે નવેમ્બર કે ડિસેમ્બર માસમાં અર્થાત નિર્ધારિત સમયે જ વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ભાજપના કાર્યકરો માટે ત્રણ દિવસનું વેકેશન ર થી 4 મે દરમિયાન પ્રદેશ, મહાનગર અને જિલ્લા કક્ષાએ કોઇ કાર્યક્રમ નહી યોજવા સી.આર. પાટીલની તાકીદ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચુંટણીને અનુલક્ષીને સરકાર ને પક્ષ દ્વારા કાર્યક્રમોની ભરમાર આવીર હીછે કાર્યકરો ચુંટણી સુધી સતત વ્યસ્ત રહેશે આવામાં ભાજપના તમામ કાર્યકરો માટે પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ત્રણ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ર થી 4 મે સુધી કોઇ કાર્યક્રમો નહી યોજવા તાકીદ કરવામાં આવીછે.

પ્રદેશ, મહાનગર કે જિલ્લા કક્ષાએ ભાજપનો કોઇ કાર્યક્રમ ર થી 4 મે દરમિયાન યોજાશે નહી આ ત્રણ દિવસનો સમય ભાજપના આગેવાનો  કાર્યકરોને પરિવાર સાથે પસાર કરવા પણ ટકોર કરવામાં આવી છે. ચુંટણી પહેલા ભાજપના કાર્યકરો માટે આ છેલ્લુ ત્રણ દિવસનું મીની વેકેશન રહેશે ત્યારબાદ સતત છ થી સાત મહિનાઓ કાર્યકરોએ કાળી મજુરી કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.