ઉપલેટામાં કોવીડ દર્દીઓની વ્હારે ભાજપની ટીમ: 10 બેડ સાથેની હોસ્પિટલ ખૂલ્લી મૂકી

0
39

પોરબંદરનાં સાંસદ ધડુક દ્વારા પણ ઓકસીજનના બાટલાની ફાળવણી કરાઈ 

હાલ કોરોના મહામારીને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેવા સમયે શહેર ભાજપની ટીમ દ્વારા 10 બેડ સાથે કોવીડના પ્રશ્ર્ને કોઈ પણ કામ હો તો પ્રજા માટે ઓફીસ ખૂલ્લી મૂકવામાં આવી છે.

છેલ્લાં 15 દિવસ થયા ભાયાવદર ગામમાં કોરોનાના કેસ વરસામાં જેમ વરસી રહ્યા છે. લોકો ઓકસીજન અને દવા માટે વલખા મારી રહ્યા છે. તેવા સમય ભાયાવદર શહેર ભાજપની ટીમ દ્વારા લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી કોરોનાના કોઈપણ પ્રશ્ર્ન માટે આજ સવારથી એજ ઓફીસ કાર્યરત કરવામાં આવી છે. આ ઓફીસ મારફત શહેરના લોકોને દવા બેડ કે તમામ કોરોનાને લગતી બાબતો નો નિકાલ કરવામાં આવશે આ સાથે શહેરમાં દાતાઓ દ્વારા સીવીલ હોસ્પિટલે ઓકસીજન વાળા બેડની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. તેમાં પણ શહેર ભાજપની ટીમ દ્વારા કોરોના પ્રોઝીટીવ લોકોને મદદ થવા માટે આજથી 10 બેડ ઓકસીજન સાથે ભાજપની ટીમનાં સ્વખર્ચે સેવામાં મૂકવામાં આવ્યા છે. જયારે ભાજપના આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ ભાયાવદર વિસ્તારમાં ડોકટરો તેમજ દવા ન હોવાને કારણે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેવી સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરતા ગઈકાલે સાજે રમેશભાઈધડુક ભાયાવદર ગામે દોડી આવ્યાહતા. અને ભાજપની ટીમ સાથે ચર્ચા વિચારણા કરી ભાયાવદર નગરપાલીકાને એક એમ્બ્યુલન્સની ફાળવણીકરી છે. જયારે તાત્કાલીક ધોરણે ડો. ગોસ્વામીની નિમણુંક કરાઈ છે.

હોસ્પિટલમાં ઘટતા દવાના જથ્થો પણ ફાળવણી કરી દેવાઈ છે. આ ઉપરાંત ઓકિસજનના અભાવે કોઈ દર્દી મોતના મુખમાં ન ધકેલાઈ જાય તે માટે મોટા 10 બાટલા ઓકસીઝનના સ્થળ ઉપર ભાજપની ટીમને આપી આજથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોની સેવામાં લાગી જવા જણાવેલ હતુ આ તકે ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા અતુલભાઈ વાછાણી, સરજુભાઈ માકડીયા,સી.વી. વેગડા સહિત ભાજપના આગેવાનો હાજર રહેલા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here