Abtak Media Google News

ભાજપને 63 થી 68 બેઠક મળવાનો દાવો કોલકતામાં પત્રકાર પરિષદ સંબોધતા કેન્દ્રીય; ગૃહ મંત્રી 

બંગાળમાં થયેલી પ્રથમ ત્રણેય તબકકાની ચૂંટણીમાં ભાજપને લીડ મળશે અને 63 થી 68 બેઠક મળશે તેમ કોલકતા ખાતે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતુ.પશ્ર્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ત્રણ તબકકામાં ચૂંટણી પુરી થઈ છે. અને આવતીકાલે ચોથા તબકકાનું મતદાન થવાનું છે. કોલકતા ખાતે પત્રકારોને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે ત્રણેય તબકકામાં થયેલા મતદાનને જોતા ભાજપને 63 થી 68 બેઠક મળવાની છે લોકોએ મતદાન થકી ભાજપને અપ્રત્યક્ષ સમર્થન આપ્યું છે. અમારા અંદાજ પ્રમાણે 63 થી 68 બેઠકો મળવાની છે.તૃણમુલ કોંગ્રેસની ભાષા, વ્યવહાર તથા વાતચીતમાં ભાજપ લીડ મેળવશે તેવું જણાઈ આવે છે.

મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે તેઓ જે પ્રકાર સુરક્ષાદળોપર ટિપ્પણી કરે છે તેનાથી મને આશ્ર્ચર્ય થાય છે મમતા એવું કહી લોકોને અરાજકતા તરફ દોરીરહ્યા છે. તેનથીઈચ્છતા કે ચૂંટણી શાંતિપૂર્ણ થાય.મમતા બેનર્જી અવાર નવાર આક્ષેપ કરે છે કે સીઆરપીએફ ગૃહમંત્રાલયના ઈશારે કામ કરે છે અને ચૂંટણીને ડહોળે છે. દીદી કોમનસેન્સ જેવી સામાન્ય વાત સમજતા નથી. કે કેન્દ્રીય સુરક્ષા દળો ચૂંટણી કાર્યમાં લાગે એટલે તેના પર ગૃહ મંત્રાલયનો અંકુશ રહેતો નથી તેમ પણ શાહે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.