Abtak Media Google News

રાજયમાં પાંચ સ્થળેથી નીકળશે ગૌરવ યાત્રા: સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધીનો રૂટ: વિસ્તૃત  માર્ગદર્શન આપતા સાંસદ વિનોદભાઇ ચાવડા પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગુજરાતનો ગઢ ફરી ફતેહ કરવા હાલ પુરજોશમાં ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

Dsc 3633

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે આજે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાથે તાકીદની બેઠક યોજી હતી. દરયિમાન આગામી ઓકટોબર માસમાં ભાજપ દ્વારા રાજયના અલગ અલગ તિર્થધામોને આવરી લેતી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી.

Dsc 3641

આજે સવારે રાજકોટ ખાતે યોજાયેલી ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાએ સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લાના ભાજપના હોદેદારોને માગ દર્ર્શન  આપ્યું હતું. સૌરાષ્ટ્રમાં સોમનાથ થી દ્વારકા સુધી સતત સાત દિવસ ગૌરવ યાત્રા યોજાશે. જેનું રાજકોટ ખાતે 9મી ઓકટોબરે આગમન થશે. ગૌરવ યાત્રાને લઇ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.