Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બેઠક બાદ ઉમેદવારોના નામ જાહેર કરાશે: પ્રથમ અને બીજા તબકકા માટે યોજાનારી ૧૮૮ બેઠકો માટેના ઉમેદવારના નામ જાહેર કરાય તેવી સંભાવના

લોકસભાની ચુંટણી માટેની તારીખોનું એલાન ગત રવિવારે કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા કરાયું છે. આગામી ૧૧ એપ્રિલથી ૧૯ મે દરમિયાન સાત તબકકામાં લોકસભાની ૫૪૩ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. દરમિયાન સતાધારી પક્ષ ભાજપ આવતીકાલે ૧૮૦ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે. કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પ્રથમ અને બીજા તબકકા માટે યોજાયેલી ૧૮૮ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

પ્રથમ તબકકામાં ૨૦ રાજયોની ૯૧ બેઠકો માટે ૧૧ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે જેના માટે આવતા સપ્તાહે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થશે ત્યારે ભાજપની કાલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં આંધપ્રદેશ, અ‚ણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છતિસગઢ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર,મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિસા, સિકિકમ, તેલંગણા, ત્રિપુરા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદમાન નિકોબાર અને લક્ષદીપ બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે. કાલે ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપ બે તબકકામાં ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરશે જયારે ગુજરાત સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે ત્રીજા તબકકામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે જેના માટે આવતા સપ્તાહે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.