Abtak Media Google News
  • નેતૃત્ત્વ પરિવર્તન જરૂરી પરંતુ સચ્ચાઇ સાથે ખુલ્લા મને ચર્ચા અને અહંકારની કોઇ ભાવના નથી: અર્જુન પટેલ
  • પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક તરીકે અનિલભાઇની નિમણુંક થતા ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે લીધી શુભેચ્છા મુલાકાત

પ્રદેશ ભાજપ લીગલ સેલના સરસંયોજક તરીકે અનિલભાઇની નિમણુંક થતા આજે ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે અનિલભાઇ દેસાઇએ મુકત અને વિવિધ મુદ્દે છણાવટ સાથે વર્તમાન રાજકીય સામાજીક અને ન્યાય પાલિકા વિશે ચર્ચા કરી હતી. આ તકે બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ અને યુવા એડવોકેટ રક્ષીતભાઇ કલોલા પણ હાજર રહ્યા હતા.

રાજયમાં વિધાનસભાની ચુંટણી ગણતરીના મહિનાઓ બાદ યોજાનાર છે. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રદેશ લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઇની વરણી કરવામાં આવતા વકીલોમાં એક સંચાર ઉત્પન્ન થયો છે અને વકીલ આલમે નિમણુંકની આવકારી છે.

Dsc 2252

આ તકે બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યા હતું પરિવર્તન  જરુરી અને આવકાર્ય છે. પરંતુ પરિવર્તનથી શુન્ય અવકાશ ન થાય તેની તકેદારી એટલી જ જરુરી છે. વકીલોની અપેક્ષા સંતોષવામાં પરિપૂર્ણ ઉતરવું પડે છે.

અમારી પાસે અનિલભાઇ જેવા ડાયનેમિક વ્યકિતત્વ અને નામાંકિત ધારાશાસ્ત્રી છે પ્રેકટીસ વગર નેતાગીરી કરતા નથી. જયારે સમય બદલાય ત્યારે તખ્તો બદલાય છે. સમય કાયમ કોઇનો રહેતો નથી જયારે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. તેમ અર્જુનભાઇએ જણાવ્યું  લીગલ સેલમાં અનિલભાઇના આવવાથી જુનીયર વકીલોમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો છે.

વકીલોનો વ્યવસાયનો બોઘ્ધીકતાનું મહત્વ છે. જયારે ઇશ્ર્વરનો સંકેત થાય ત્યારે કોઇ કે તો વ્યવસાયના ભોગે આગળ આવવું  જોઇશે. જેમ બી.જે.પી. એ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તેમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી કોઇકને હટાવવા પડશ. સાચી વાત લઇને આવ્યા છે. નેતૃત્વ પરિવર્તન થયું છે. અહંકારની કોઇ ભાવના નથી મૃકત અને ખુલ્લા મને ચર્ચા માટે હંમેશા તૈયાર હોય છે.

અનિલભાઇ સચીન તેડુલકર  જેવી લીડર શીપ સાથે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે અનિલભાઇ દેસાઇએ જણાવ્યું કે શિશુ કાળથી આર.એસ.એસ.ની વિચારધારા સાથે સંકળાયો છે. અરવિંદભાઇ ના હાથ નીચે જીવનનું ઘડતર થયું છે. જનસંઘે માં કામ કર્યુ છે. તમામ કાર્ય પ્રમાણિકતાથી કરવું. બી.જે.પી. એ મોટી જવાબદારી સોંપી છે. તે જવાબદારી પ્રમાણિકતાથી સંતોષમાં પરિપૂર્ણ ઉતરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.વકીલોનો વ્યવસાય કાંટાળો અને ચેલેન્જ છે. વકીલો પાસે આવડત, બુઘ્ધિ અને ચાર્તુય સાથે ન્યાય ભુખ્યા લોકોને ન્યાય અપાવો તે અમારી નૈતિકતા છે. સ્પ્રે. પી.પી.માં ભલે ઓછું વળતર મળે પરંતુ કામથી આત્મ સંતોષ થાય છે.કામ એ મારી ભુખ છે ગમે તેવી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પૈસા કરતાં તંદુરસ્તી મારા માટે મહત્વની છે. અર્જુનભાઇ જેવા અનેક સારથી મળ્યા આથી જુસ્સો મળ્યો છે. લોકોની ખામી નહી ખુબી શોધો તેમ અંતમાં અનિલભાઇએ જણાવ્યું હતું.

તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇના પ્રયત્નથી કોર્ટ બિલ્ડીંગ માટે 14 એકર જમીન મળી

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની હરણફાળ વિકાસની સાથે વસ્તી અને વિસ્તાર વધી રહ્યો છે ત્યારે હાઇકોર્ટના નિયમ પ્રમાણે 1ર એકર જમીનની ફાળવણી કરવામાં આવી પરંતુ રાજકોટના પનોતા પુત્ર અને રાજયના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 14 એકર જમીનની ફાળવણી કરી હતી. રૂ. 120 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આવતા પ0 વર્ષના ઘ્યાને રાખી નવું કોર્ટ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. આથી ભવિષ્યમાં અસીલો અને વકીલોને ઓછી તકલીફ પડે તેવા પ્રયત્ન કરવામાં આવશે.

‘અર્જુન’ જેવા સારથી મળ્યા, રામભાઇઅને ગોવિંદભાઇએ વિશ્ર્વાસ મુકયો

પ્રદેશ ભાજપ લીગીલ સેલના સહસઁયોજક પદે સીનીયર ધારાશાસ્ત્રી અનિલભાઇ ની નિમણુંક થતા વકીલોમાં નવી ઉર્જા અને ચેતના જાગી છે. ત્યારે અનિલભાઇએ આ વરણીમાં અર્જુનભાઇ જેવા અનેક મજબુત સારથી મળ્યા તેમણેજોમ અને જુસ્સો વધાર્યો છે. તેમની રાજય સભાના સભ્ય રામભાઇ મોકરીયા અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહીત નેતાઓએ વિશ્ર્વાસ મુકી સહકાર આપ્યો છે તે બધાનો વિશ્ર્વાસની ઉની આઁચ આવવા નહી દે તેવું જણાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.