Abtak Media Google News

વિજયભાઈ રૂપાણી, જનકભાઈ કોટક, જીતુભાઈ શાહ, મનુભાઈ રાઠોડ, દિલુભા વાળા, વસંતભાઈ ખોખાણી,ચંદ્રકાન્તભાઈ મહેતા, વજુભાઈ વાળા, સહિતનાનું શાલ ઓઢાડી તેમના ઘેર સન્માન કરાશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ તા.રપ- જૂન કટોકટી દિવસ ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે શહેર ભાજપ ધ્વારા 197પ માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કાર્યકાળ દરમ્યાન કટોકટી કાળ દરમ્યાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું  ઘરે જઈને સન્માન કરાશે. ત્યારે વધુમાં તેઓએ જણાવેલ કે તા.રપ- જૂનનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભારતના ઈતિહાસમાં સૌથી કાળા અનેક કલંક્તિ દિવસ તરીકે નોંધાયો છે. કેમ કે આ જ દિવસે લોકશાહીની હત્યા કરી દેવામાં આવી હતી. કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ રપ જૂન-197પની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી અને દેશની તમામ સતા પોતાના હાથમાં લઈ લીધી હતી.

દિવંગત મીસાવાસીઓના પરીવારનું પણ સન્માન કરી ભાવવંદના કરાશે

તા.રપ જૂન કટોકટી દિવસ અંતર્ગત કટોકટી સમયના મીસા કાયદાના પીડિતોને સન્માનવાના ભાગરૂપે શહેર ભાજપ ધ્વારા મીસાવાસીઓ સર્વેશ્રી વિજયભાઈ રૂપાણી, પ્રવીણભાઈ મણીયાર, ડો. પ્રફુલભાઈ દોશી,જનકભાઈ કોટક,  જીતુભાઈ શાહ,  હરગોવીંદભાઈ વ્યાસ, દર્શનાબેન પંડયા, ઠાકરશીભાઈ પટેલ, મનુભાઈ રાઠોડ, દિલુભા વાળા, વસંતભાઈ ખોખાણી, ધીરૂભાઈ ધામેલીયા, ચંદ્રકાંતભાઈ મહેતા, વજુભાઈ વાળા, જીતેન્દ્રભાઈ જાની, મુકુંદભાઈ પંડીત, પ્રવીણભાઈ રૂપાણી,ભુપતભાઈ દવે,  હસમુખભાઈ દવે, કેશુભાઈ પટેલ, જયોતીન્દ્રભાઈ મહેતા, પ્રભુદાસભાઈ ખાખરીયા, ડો. હસમુખભાઈ ધ્રુવ, હીતેશભાઈ પંડયા, વલ્લભભાઈ અકબરી, જગદીશભાઈ પંડયા, સુરેશભાઈ રાણપરા, ગીરીશભાઈ ભટૃ, અરવીંદભાઈ મણીયાર, યશવંતભાઈ ભટૃ,  રમેશભાઈ શુકલ, ચીમનભાઈ શુકલ, કાંતીભાઈ વૈદ્ય, રાજુભાઈ શુકલ, ભાનુભાઈ શુકલ, લક્ષ્મીદાસ ગણાત્રા, હબીબભાઈ જુમાણી, પ્રાણલાલ દોશી, કાકુભાઈ નથવાણી, નરેન્દ્રભાઈ જાની, મુકેશભાઈ સોનપાલ, રમણીકભાઈ વૈદ્ય, ખોડીદાસભાઈ પટેલ, ધનજીભાઈ આંબાભાઈ, હરીભાઈ હીરાણી, ગોધુમલ આહુજા, કાંતીભાઈ ભટૃ સહીતના મીસાવાસીઓ  નું ઘરે જઈ સન્માન કરવામાં આવશે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ, મોરચાના પ્રમુખ, ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, નિતીન ભારધ્વાજ, પુષ્કર પટેલ, રક્ષ્ાાબેન બોળીયા, ડો. દર્શીતાબેન શાહ, અતુલ પંડીત  સહીતના અગ્રણીઓ મીસાવાસીઓના ઘરે જઈ શાલ ઓઢાડી સન્માનીત કરશે. અને મીસાવાસીઓના સન્માનના કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ સંભાળી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.