Abtak Media Google News

શનિવારે ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા નવનિયુકત ડિરેકટરો અને તાલુકા ભાજપના હોદેદારોની સેન્સ બાદ ચાર યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન નકકી કરાશે

 

અબતક,રાજકોટ

માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં પ્રથમવાર સત્તાધારી પક્ષ ભાજપે પક્ષના મેન્ડેટ સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા બાદ હવે રાજકોટ, ધોરાજી, જેતપૂર અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડનાં વાઈસ ચેરમેન અને ચેરમેન નકકી કરવા માટે આગામી 27મી નવેમ્બરના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પક્ષ દ્વારા પ્રથમવાર યાર્ડના હોદેદારો નકકી કરવા માટે સેન્સ લેવાની પ્રણાલી શરૂ કરવામાં આવી રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ જણાવ્યું હતુ કે રાજકોટ, જેતપુર, ઉપલેટા અને ધોરાજી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. આગામી ડિસેમ્બર માસમાં તમામ ચારેય યાર્ડના ચેરમેન તથા વાઈસ ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રથમવાર પ્રદેશ ભાજપ દ્વારા યાર્ડના હોદેદારોની વરણી પૂર્વ જીતેલા ઉમેદવારો અને જેતે તાલુકા મંડળના હોદેદારોની સેન્સ લેવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આગામી 27મી અને શનિવારે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે 11થી બપોર 2 વાગ્યાસુધી સેન્સ લેવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, ઉપલેટા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા ત્રણેય મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનિષ ચાંગેલા દ્વારા સેન્સ લેવામાં આવશે. જેમાં જે તે યાર્ડમાં ડિરેકટર તરીકે વિજેતા બનેલા ઉમેદવારો, જેતે તાલુકાના સંગઠનના હોદેદારો, ધારાસભ્યો અને સંસદસભ્યોની સેન્સ લેવામાં આવશે સેન્સ દરમિયાન જે નામો આપશે તે પ્રદેશ ભાજપમાં મોકલી દેવામાં આવશે. ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીના દિવસે પ્રદેશ ભાજપમાંથી બંધ કરવામાં નવા હોદેદારોના નામો આપશે. પ્રથમવાર યાર્ડની ચૂંટણક્ષમાં ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપ્યા બાદ હવે ભાજપે યાર્ડના હોદેદારોની નિમણુંક માયે સેન્સ લેવાનો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન માટે પરસોતમભાઈ સાવલીયા વિજયભાઈ કોરાટ જયેશભાઈ બોઘરા, કેશુભાઈ નંદાણી સહિતના નામો ચર્ચામાં છે.

 

રાજકોટ જિલ્લા ભાજપની ત્રીજી ડિસેમ્બરે કારોબારી પ્રદેશ ભાજપની કારોબારીમાં પસાર થયેલા ઠરાવ પસાર કરાશે

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણીના બીજા દિવસે અર્થાત્ ત્રીજી ડિસેમ્બરના રોજ શહેરના ઠેબર રોડ સ્થિત સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાશે. જેમાં રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તાજેતરમાં મળેલી પ્રદેશ ભાજપની કાર્યકારિણીમાં પસાર કરવામાં આવેલા વિવિધ રાજકીય ઠરાવોને બહાલી આપવામાં આવશે. જિલ્લા ભાજપની કારોબારીમાં અલગ-અલગ તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી, વિવિધ મોરચાના હોદ્ેદારો, કારોબારી સભ્યો અને અપેક્ષિતો હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.