ગુજરાતના ચાર ઝોનમાં પાંચ રાજયોનાં ભાજપના કાર્યકરો  કરશે ચૂંટણી પ્રચાર

સૌરાષ્ટ્ર-કચ્છને બિહારના કાર્યકરો ધમરોળશે: ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન, મધ્યઝોનની જવાબદારી એમપી અને ઝાર ખંડ જયારે  દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્રના કાર્યકરોને સોંપાઇ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતી  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહને યાદગાર ભેટ આપવા તથા લોકસભામાં પણ ફરી 26 બેઠકો જીતવાનો રોડ મેપ તૈયાર કરવા સતાધારી પક્ષ ભાજપ દ્વારા  તડામાર તૈયારીઓ શરૂ કરી  દેવામાંઆવી છે. રાજયનાં  અલગ અલગ  ચાર ઝોનની 182 બેઠકો પર પાંચ રાજયોનાં ભાજપના કાર્યકરો ચૂંટણી  પ્રચાર કરશે કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ  જન જન સુધી પહોચાડશે પાંચ રાજયનાં કાર્યકરો આગામી  દિવસોમાં ગુજરાતમાં ધામા નાંખશે અને ચૂંટણી પ્રચારની  કમાન સંભાળી લેશે.

સ્થાપનાકાળથી જ ભાજપ માટે ગુજરાત એક અડિખમ ગઢ રહ્યો છે. ગુજરાતમાં ભાજપ પાસે મજબુત સંગઠન માળખું છે. જે અન્ય રાજયમાં ચૂંટણી પ્રચારમાં જાય છે. અને ચૂંટણીની વ્યુહરચના ઘડતા હોય છે. પરંતુ પક્ષની  પ્રણાલી મુજબ જયારે  રાજયમાં વિધાનસભાની ચૂંટણી હોય જયારે અલગ અલગ રાજયનાં કાર્યકરો ચૂંટણી હોય તે રાજયોમાં  પ્રચાર કરવા  માટે જતા હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ચાર મહિના જેટલો  જ સમય ગાળો બાકી રહ્યો છે.ત્યારે ભાજપ પુરી રીતે ઈલેકશન મોડમાં આવી ગયો છે. સતત બેઠકોનો ધમધમાટ  ચાલી રહ્યો છે.દરમિયાન  હાઈકમાન્ડ દ્વારા  ગુજરાતનાં અલ ગઅલગ ચાર ઝોન માટે  ચૂંટણી પ્રચાર કરવા પાંચ રાજયોનાં કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં બિહાર ભાજપના કાર્યકરો પ્રચારની કમાન સંભાળશે. જયારે ઉતર ઝોનમાં  સમાવિષ્ટ વિધાનસભા બેઠકો પર રાજસ્થાન  ભાજપના કાર્યકરો મધ્ય ઝોનમાં  સમાવિષ્ટ વિધાનસભા બેઠકો પર મધ્ય પ્રદેશ અને ઝારખંડના કાર્યકરો  અને દક્ષિણ ઝોનમા  મહારાષ્ટ્રના કાર્યકરો  ચૂંટણી પ્રચારની   જવાબદારી નિભાવશે.

  • યુવા ભાજપ મોરચાના જિલ્લા અધ્યક્ષ અને પ્રભારીઓ સાથે બેઠક
  • પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ડો. પ્રશાંત  કોરાટે આપ્યુ માર્ગદર્શન: પ્રભારી પંકજ ચૌધરીની ખાસ ઉપસ્થિતિ’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પૂર્વ સત્તાધારી પક્ષ ભાજપ ઈલેકશન મોડમાંઆવી ગયો છે.  ચૂંટણી લક્ષી  ધમધમાટ શરૂ કરી દેવામાં  આવ્યો છે. વિધાનસભાની બેઠક વાઈઝ પ્રભારીઓની પણ નિમણુંક  કરી દેવામાં આવી છે. દરમિયાન  આજે પ્રદેશ  કાર્યાલય ‘કમલમ’  ખાતે યુવા ભાજપના તમામ   જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખ અને પ્રભારીઓની આજે બેઠક મળી હતી જેમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત  કોરાટ અને  પ્રભારી  પંકજ ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં  નામ ઉમેરવા  માટેના નિયમોમાં કેટલાક  ફેરફાર કર્યા છે. ત્યારે ગુજરાત  વિધાનસભાની  આગામી ચૂંટણીમાં યુવા મતદારો સામેલ થાય તે ભાજપનું  લક્ષ્યાંક છે આગામી 12થી   22 ઓગષ્ટ  દરમિયાન  રાજય સરકાર દ્વારા   યુવા મતદાર   મહોત્સવ પણ શરૂ કરવામાં આવનાર છે.

આજે સવારે 11 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત  કોરાટના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં રાજયભરનાં  યુવા મોરચાના  જિલ્લા અને મહાનગરનાં પ્રમુખ અને પ્રભારીઓ  ઉપસ્થિત રહ્યા હતા તમામને   યુવાનો નવા મતદાર બને તે માટે અભિયાન  ચલાવવા  અંગેનું  માર્ગદર્શન આપવામાં આવ્યુંં હતુ.