Abtak Media Google News

2017માં રાજકોટ જિલ્લાની આઠ પૈકી 6 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો: આ વખતે આઠેય બેઠકો અંકે કરી

રાજકોટ જિલ્લાની તમામ આઠેય વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ધોરાજી-ઉપલેટા બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો અકલ્પનિય અને રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજેતા બન્યાં છે. જેતપુર-જામ કંડોરણા બેઠક પરથી તોતીંગ લીડ સાથે વિજેતા બનનાર જયેશભાઇ રાદડિયાને ફરી મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવે તે ફાઇનલ મનાઇ રહ્યું છે.

રાજકોટ શહેરની ચારેય બેઠકો પર ભાજપે નો-રિપીટ થિયરી અપનાવી હતી. જ્યારે જિલ્લાની ચારેય બેઠકો પર રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રાજકોટ જિલ્લાની આઠ પૈકી 6 બેઠકો મળી હતી. ધોરાજી-ઉપલેટા અને જસદણ-વિંછીયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યાં હતા. જો કે ત્યારબાદ કુંવરજીભાઇ બાવળિયાએ પક્ષ પલ્ટો કર્યો હતો અને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવામાં ભાજપ સફળ રહ્યું હતું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની ચારેય બેઠકો જીતવામાં સફળતા મળી છે. રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદયભાઇ કાનગડ, રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશભાઇ ટીલાળા, રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરિયા, જસદણ-વિંછીયા બેઠક પરથી કુંવરજીભાઇ બાવળિયા, ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજા, જેતપુર-જામ કંડોરણા બેઠક પરથી જયેશભાઇ રાદડિયા અને ધોરાજી-ઉપલેટા બેઠક પરથી મહેન્દ્રભાઇ પાડલિયા વિજેતા બન્યાં છે. જિલ્લાની આઠેય બેઠકો પર ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

  • ધોરાજી બેઠક ઉપરથી 12 હજાર મતથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલીયાની જીત
  • કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયા ‘કાગ નો વાઘ’ સાબિત થયા

Img 20221208 Wa0255

75- ધોરાજી વિધાનસભાની બેઠક ભરેલા નારીયેળ સમાન ગણાતી હતી પણ કોંગ્રેસના ઉમેદવાર લલીત  વસોયા આત્મ વિશ્ર્વાસમાં ઓવર હોવાથી ભારે જીતના દાવા કરતા હતા. અંદર ખાને વિજય સરધસની તૈયારી પણ કરી લીધી હતી જયારે ભાજપના ડો. મહેન્દ્રભાઇ વાડલીયા ધીર ગંભીર સ્વભાવને કારણે જીતના નામે મગનું નામ મરી નહોતા પાડતા પણ આજ સવારથી જ પ્રથમ રાઉન્ડથી આગળ રહેલા ભાજપના ડો. મહેન્દ્રભાઇ પાડલીયા વીશ રાઉન્ડના અંતે 1ર  હજાર કરતા વધુ મતની જીત મેળવી વિજેતા બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ આવી ગયો હતો. વિજય ફટાકડા ફોડી વધાવ્યો હતો. ભાજપના ડો. મહેન્દ્રભાઇ પાડલીયાને ધોરાજી ગ્રામ્ય અને ઉપલેટા શહેર- ગ્રામ્યમાંથી સરસાઇ મળી હતી.

ડો. મહેન્દ્રભાઇ પાડલીયાને મતદાન ગણતરી પૂર્ણ થતાં 14800 મતનની લીડથી વિજય થયો હતો. આજે ચારવાગે ભવ્ય વિજય સરધસ નીકળયું હતું. વિજય સરધસમાં વિશાળ સંખ્યામાં ભાજપના હોદેદારો જોડાયા હતા.

ત્રણ ઇવીએમ ખોટવાયા

ચાલુ મતગતરી દરમ્યાન ત્રણ ઇ.વી.એમ. ખોટવાયા હતું એટલે તેમની મત ગણતરી વીવીપેટથી ગણતરી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.