Abtak Media Google News

અમરેલી, દાહોદ અને અમદાવાદ પશ્ર્ચિમ બેઠક પર સતત ઉતાર-ચઢાવ: અમિત શાહ રેકોર્ડબ્રેક મતથી જીતે તેવી પ્રબળ શક્યતા

૨૩ એપ્રીલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ૪ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. હાલ ભાજપ ગુજરાતની તમામ ૨૬ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપે બુલડોઝર ફેરવી દીધું છે. તમામ ૨૬ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે. જયારે આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને અમરેલી બેઠક પરથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યાં છે.

ભાજપે તેના ૨૬ સાંસદમાંથી ૧૦ની ટીકીટ કાંપી છે જયારે ૧૬ને રીપીટ કર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે ૮ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટીકીટ આપી છે. ગુજરાતમાં ભાજપે ૨૫ ટકા મહિલાઓને તો કોંગ્રેસે માત્ર એક મહિલાને ટીકીટ આપી ભાજપે ૨૬ બેઠકોમાંથી ૩૩ ટકાને બદલે માત્ર ૨૫ ટકા એટલે કે ૬ મહિલાઓને ટીકીટ આપી છે.

હાલ તો ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠક પર ભાજપને પોતાની જીત નિશ્ચિત કરી છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા ૧૪૮૨૮ મતથી આગળ ચાલી રહ્યાં છે. બનાસકાંઠામાં ભાજપના પરબતભાઈ પટેલ ૨૭૫૩૭ મતથી આગળ, પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી ૧૭૭૮૯ મતથી આગળ, મહેસાણામાં ભાજપના શારદાબેન પટેલ ૫૦૦૦ મતથી આગળ, સાબરકાંઠામાં ભાજપના દિપસિંહ રાઠોડ ૮૨૦૦ મતથી આગળ, ગાંધીનગરમાં ભાજપના અમિત શાહ ૧૦૨૨૨૫ મતથી આગળ, અમદાવાદ પૂર્વમાં ભાજપના એચ.એસ.પટેલ ૮૦૦૦ મતથી આગળ, અમદાવાદ પશ્ચિમમાં ભાજપના ડો.કિરીટ સોલંકી ૩૧૦૦૦ મતથી આગળ, સુરેન્દ્રનગરમાં ભાજપના ડો.મહેન્દ્ર મુંજપરા ૨૨૦૦૦ મતથી આગળ, રાજકોટમાં ભાજપના મોહનભાઈ કુંડારીયા ૧૦૧૦૦૦ મતથી આગળ, પોરબંદરમાં ભાજપના રમેશ ધડુક ૨૩૫૦૧ મતથી આગળ, જામનગરમાં ભાજપના પુનમબેન માડમ ૫૬૨૪૨ મતથી આગળ, જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમાં ૨૭૧૭ મતથી આગળ, અમરેલીમાં નારણ કાછડક્ષયા ૫૦૦૦ મતથી આગળ, ભાવનગરમાં ડો.ભારતીબેન શિયાળ ૧૦૨૫૧૬ મતથી આગળ, આણંદમાં ભાજપના મિતેશ પટેલ ૨૫૬૦૦ મતથી આગળ, ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ ૧૦૫૦૦ મતથી આગળ, પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડ ૧૦૩૦૦ મતથી આગળ, દાહોદમાં ભાજપના જશવંતસિંહ ભાભોર ૩૫૫૦ મતથી આગળ, વડોદરામાં ભાજપના રંજનબેન ભટ્ટ ૬૨૩૦૦ મતથી આગળ, છોટાઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠોડ ૧૦૨૧૦૦ મતથી આગળ, ભરૂચમાં ભાજપના મનસુખભાઈ વસાવા ૫૧૦૦૦ મતથી આગળ, બારડોલીમાં ભાજપના પ્રભુભાઈ વસાવા ૪૨૦૦૦ મતથી આગળ, સુરતમાં ભાજપના દર્શના જરદોશ ૪૬૨૦૦ મતથી આગળ, નવસારીમાં ભાજપના સી.આર.પટેલ ૩૭૦૦૦ મતથી આગળ અને વલસાડમાં ભાજપના ડો.કે.સી.પટેલ ૫૯૨૫૧ મતથી આગળ ચાલી રહ્યાં છે. આમ વાત કરવામાં આવે તો લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં બુલડોઝર ફેરવ્યું છે. ફરી એકવાર ગુજરાતમાં ૨૬ એ ૨૬ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.