Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ ચાર-ચાર સભાઓ ગજવશે: 15 રાષ્ટ્રીય નેતાઓ અને 1ર રાજયકક્ષાના નેતાઓ મેદાનમાં ઉતર્યા

ગુજરાત વિધાનસભાની ચુંટણીના મતદાનના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આજે કાર્પેટ બોમ્બિગ હાથ ધરવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રીય કક્ષાના 15 નેતાઓ અને રાજયકક્ષાના 1ર નેતાઓ દ્વારા 75 વિધાન સભા બેઠકો પર ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચાર – ચાર સભાઓ ગજવશે. આગામી ત્રણ દિવસમાં ભાજપ બીજી તબકકામાં જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે ત્યાં પ્રચારની હારમાળા સર્જી દેશે.

ભાનપના પ્રદેશ ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુધાંશુ ત્રિવેદીજીએ જણાવ્યું હતું કે  આગામી તા. 5મી ડિસેમ્બર ના રોજ રાજ્યમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે  આજે  રાષ્ટ્રીય સંગઠનના હોદેદારો, કેન્દ્રિય મંત્રી મંડળના મંત્રીઓ તેમજ વિવિધ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી  તેમજ મંત્રીઓ અને સાંસદો ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંગઠનના હોદેદારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આવશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  જે. પી નડ્ડા  પંચમહાલ જિલ્લાની શહેરા, પાટણ જિલ્લાની ચાણસ્મા અને સિધ્ધપુર તેમજ અમદાવાદ શહેરની નિકોલ બેઠકોના ઉમેદવારો માટે વિશાળ જનસભાને સંબોધશે

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ  આણંદ જિલ્લાની ખંભાત, બનાસકાંઠાની થરાદ અને ડીસા તેમજ અમદાવાદ શહેરની સાબરમતી વિધાનસભા સીટના ઉમેદવારો માટે જનસભાને સંબોધશે.  કેન્દ્રિય મંત્રી  જયરામ ઠાકુર ખેડા જિલ્લાની નડિયાદ, અમદાવાદ શહેરની વેજલપુર અને નારણપુરા વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે.

કેન્દ્રિય મંત્રી અર્જુન મેઘવાલ આણંદ જિલ્લાની બોરસદ અને અમદાવાદ શહેરની દાણી લીમડા વિધાનસભા સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભાને સંબોધન કરશે. કેન્દ્રિય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠા જિલ્લાની વાવ અને કાંકરેજ, તેમજ ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર ઉત્તર અને અમદાવાદ શહેરની અસારવા વિધાનસભા સીટના ઉમેદવારો માટે જનસભાને સંબોધન કરશે. કેન્દ્રિય મંત્રી  અજયભાઇ ભટ્ટ વડોદરા જિલ્લાની વાઘોડીયા, આણંદ જિલ્લાની આણંદ અને અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે.

આ ઉપાંત કેન્દ્રિય મંત્રી હિમંતા બિસ્વા શર્મા અરવલ્લી જિલ્લાની મોડાસા, અમદાવાદ શહેરની નરોડા અને દરિયાપુર  સીટ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવિસ અરવલ્લી જિલ્લાની બાયડ, સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજઅને અમદાવાદ શહેરની મણીનગર વિધાનસભા સીટ પર દિલ્હી લોકસભા સાંસદ મનોજ તિવારી વડોદરા જિલ્લાની ડભોઇ, અમદાવાદ શહેરની બાપુનગર અને જમાલપુર ખાડીયા વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગ અને  ધારાસભ્ય હિતુ કનોડીયા વડોદરા જિલ્લાની કરજણ, ખેડા જિલ્લાની મહુધા અને આણંદ જિલ્લાની પેટલાદ સીટ પર રાષ્ટ્રીય મહામંત્રી  વિનોદ તાવડે છોટા ઉદેપુર જિલ્લાની પાવી જેતપુર, પંચમહાલ જિલ્લાની હાલોલ, કાલોલ અને ગોધરા સીટ પર સાંસદ  કૈલાસ ચૌધરી બનાસકાંઠા જિલ્લાની દાંતા અને પાલનપુર વિધાનસભા સીટ પર  સુધીર ગુપ્તાજી બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને પાટણ જિલ્લાની પાટણ વિધાનસભા સીટ પર  સાંસદ  રવિ કિશન અને  રમિલાબેન બારા અરવલ્લી જિલ્લાની ભિલોડા અને પંચમહાલ જિલ્લા લુણાવાડા વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે. ગુજરાતના મંત્રીમંડળના સભ્યો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપાના હોદેદારો અને આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે જેમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ પંચમહાલ જિલ્લાની મોરવા હડફ, મહિસાગર જિલ્લાની સંતરામપુર, સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા અને ઇડર વિધાનસભા સીટના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે.

કેન્દ્રિય મંત્રી  મનસુખભાઇ માંડવીયા ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષીણ, અમદાવાદ જિલ્લાની દસક્રોઇ અને અમદાવાદ શહેરની વટવા  સીટ પર   કેન્દ્રિય મંત્રી પુરસોત્તમભાઇ રૂપાલા છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, અમદાવાદ જિલ્લાની ધોળકા અને અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર સીટ પર   સાંસદ ડો. હેન્દ્રભાઇ મુંજપુરા અમદાવાદ જિલ્લાની ધંધુકા સીટ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ ગાંધીનગર જિલ્લાની કલોલ અને માણસા તેમજ અમદાવાદ શહેરની અમરાઇવાડી  સીટ પર ગોરધનભાઇ ઝડફીયા વડોદરા જિલ્લાની સાવલી અને પાદરા, આણંદ જિલ્લાની ઉમરેઠ અને ખેડા જિલ્લાની માતર સીટ પર  કેન્દ્રિય મંત્રી દેવુંસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લાની બાલાસીનોર, ખેડા જિલ્લાની કપડવંજ અને ઠાસરા, આણંદ જિલ્લાની આંકલાવ  સીટ પર  સાંસદ  ભારતીબેન શિયાળ અમદાવાદ જિલ્લાની વિરમગામ અને આણંદ જિલ્લાની સોજીત્રા  સીટ પર બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઇ ચૌધરી પાટણ જિલ્લાની રાધનપુર  સીટ પર   અલ્પેશભાઇ ઠાકોર પાટણ જિલ્લાની રાધનપુર, બનાસકાંઠાની ધાનેરા અને વડગામ  સીટ પર  મનોજભાઇ જોષી અમદાવાદ શહેરની એલીસબ્રીજ વિધાનસભા સીટના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરશે.

આ ઉપરાંત  પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ  રેખાબેન વર્મા, મધ્યપ્રદેશ લોકસભા ક્ષેત્રના સાંસદો  સતપાલ મહારાજ, કલ્પનાબેન શૈની, મધ્યપ્રદેશ રાજ્યસભાના સભ્ય  વિવેકભાઇ ઠાકુર, કેન્દ્રિય મંત્રી દાનવે રાઉસાહેબ દાદારાઉ, કેન્દ્રિય મંત્રી રાજકુમારસિંહ કેન્દ્રિય મંત્રી ઇન્દ્રજીતસિંહ રાઉ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી  ડી. પુરાન્દેરેશ્વર, હરિયાણા રાજ્યના ભાજપા પ્રમુખ  ઓ. પી. ધનખડ સહિત કેન્દ્રના 85 નેતાઓ ત્રણ દિવસ માટે 93 વિધાનસભા સીટ ઉપર બુથ સ્થરે જઇ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે.

સુધાંશુ ત્રિવેદીજીએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, લોકતંત્રના આ મહાપર્વમાં પાટણ અને ખેડા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા તુષ્ટીકરણની રાજનીતિ કરી રાજ્યને ફરી એકવાર કોમી દાવાનળની આગમાં હોમવાનું હિન કૃત્ય આચરવાનું કામ કર્યું છે. રાજ્યની જનતા કોંગ્રેસની જુની અને જાણિતી આવી તુષ્ટીકરણની રાજનીતિથી કંટાળેલ હોઇ કોંગ્રેસનો સ્વિકાર ન કરતાં વિકાસવાદને સ્વિકારી છેલ્લા  20 વર્ષથી ભાજપાને સત્તાના સુકાન સોંપતી આવી છે.

સુધાંશુ ત્રિવેદીજીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપતી આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પક્ષ તરીકે વારંવાર આતંકવાદ અન્વયે સવાલો ઉઠાવતી આવી હતી પરંતુ કોંગ્રેસે તે સમયે મૌન ધારણ કરી લીધું હતું. દેશની જનતા પણ સમજે છે કે મૌન ધારણ કરવું  એ તેમની સ્વિકૃતી હોય છે. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ પ્રધાન તરીકે  અમિતભાઇ શાહની ગુજરાતી જોડીએ આતંકવાદને નષ્ટ કરવા કડક હાથે કાર્યવાહી કરી છે અને આજે આતંકવાદના આકાઓ ભારત દેશ સામે નજર ઉઠાવવાની હિંમત પણ કરી શકતા નથી. ભારતે વિશ્વના દેશોને આતંકવાદ સામે એક સાથે લડવાની કરેલ અપીલને પણ સ્વિકૃતી આપી દીધી હતી.  લોકતંત્રના આ મહાપર્વમાં ભાજપાના સૌથી વધુ  ઉમેદવારોને સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલવા અંગે રાજ્યની જનતાને અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.