Abtak Media Google News

Table of Contents

  • માંડવિયાને 2.22 લાખની લીડ, કોંગ્રેસના લલિત વસોયા હાર તરફ આગેકૂચ, જેમ મતપેટીઓ ખુલી રહી છે એમ મનસુખ માંડવીયાની લીડ વધી રહી છે

અબતક, રાજકોટ: પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવિયા આગળ ચાલી રહ્યા છે. તેઓએ લોકસભા જંગમાં કોંગ્રેસના ઉમેદવારને પાછળ છોડ્યા છે. લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. હવે આજે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા મતગણતરી ચાલી રહી છે. ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામ્યો હતો. પોરબંદરમાં ભાજપ હેટ્રિક મેળવવામાં સફળ રહે તેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોરબંદર બેઠક ઉપર 12 ઉમેદવારો વચ્ચે જંગ હતો. જો કે સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એટલે કે મનસુખ માંડવીયા અને લલિત વસોયા વચ્ચે હતો. બન્ને ઉમેદવારોએ પ્રચાર પ્રસારમાં કોઈ કસર છોડી ન હતી. તેવામાં હવે જનાદેશ ભાજપ તરફી આવી રહ્યો હોવાનું મતગણતરીમાં દર્શાઈ આવે છે.

2019માં શું આવ્યું હતું પરિણામ?

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે 2,29,823 મતોથી વિજય થયો હતો. લલિત વસોયાને 59.36 ટકા અને લલિત વસોયાને 35.17 ટકા વોટ મળ્યા હતા.

બેઠક ઉપર 51.83 ટકા મતદાન નોંધાયું હતું

પોરબંદર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 51.83 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ધોરાજીમાં 51.89 ટકા,ગોંડલમાં 52.19 ટકા, જેતપુરમાં 51.54 ટકા, કેશોદમાં 47.03 ટકા,કુતિયાણામાં 47.55 ટકા, માણાવદરમાં 53.94 ટકા અને પોરબંદરમાં 57.99 ટકા મતદાન નોંધાયું હતું.

પોરબંદર બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1977 – ધરમશીભાઈ પટેલ (જનતા પાર્ટી)

1980 – માલદેવજી ઓડેદરા (કોંગ્રેસ)

1984 – પરષોત્તમ ભાઇ ભલોડીયા (કોંગ્રેસ)

1989 – બલવંત ભાઈ માનવર (જનતાદળ)

1991 – હરિલાલ પટેલ (ભાજપ)

1996 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)

1998 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)

1999 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)

2004 – હરિલાલ પટેલ (ભાજપ)

2009 – વિઠ્ઠલભાઇ રાદડીયા (કોંગ્રેસ)

2013 – વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ)

2014 – વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ)

2019 – રમેશ ધડુક (ભાજપ)

પોરબંદર લોકસભા બેઠકના 12 ઉમેદવારો

ડો. મનસુખ માંડવિયા – ભાજપ

એન.પી. રાઠોડ- બસપા

લલિત વસોયા- કોંગ્રેસ

લાખણસી ઓડેદરા- વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી

નિલેશકુમાર શેખવા- સમાજવાદી પાર્ટી

હરસુખલાલ સિદ્ધપરા – લોગ પાર્ટી

બીપિનકુમાર જેઠવા- અપક્ષ

નાથાભાઈ ઓડેદરા – અપક્ષ

મહેમુદભાઈ સૈયદ – અપક્ષ

ચંદુભાઈ રાઠોડ- અપક્ષ

જતીન સોલંકી- અપક્ષ

હુસેનભાઈ સોઢા – અપક્ષ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.