Abtak Media Google News
  • હયાત તમામ સભ્યોની સદસ્યતા આગામી 1 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે
  •  કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલની અધ્યક્ષતામા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામા રાષ્ટ્રીય મહામંત્રી  રાધામોહનજી તેમજ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ સગઠન મહામંત્રી  રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમા 1 સપ્ટેમ્બરથી શરૂ થનાર સદસ્યતા અભિયાન કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

રાધામોહનદાસજીએ સદસ્યતા અભિયાન વિશે જણાવ્યું કે, ભાજપ 18 કરોડ સદસ્યાઓની સદસ્યતા શુન્ય કરી ફરી સદસ્યતા અભિયાન કરી રહ્યુ છે.  ભાજપા ત્રણ રીતે સદસ્યતા આપવાનુ કાર્ય કરશે. એક મીસકોલ, બીજી સાર્વજનીક સ્થળે ક્યુઆરકોડના માધ્યમથી તેમજ ભાજપની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી સદસ્યતા અંગેની જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકશે. દેશભરમા ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી રાજકીય પાર્ટી છે જે ફકત દેશમા જ નહી પરંતુ પાર્ટીમા પણ લોકતંત્રની કાર્યવાહીને અનુસરે છે. ભાજપા દર છ વર્ષે નવા સંગઠનની રચના કરતુ આવે છે. અગાઉ જે પણ કાર્યકર્તાએ સદસ્યતા લીધી હશે તેમની સદસ્યતા 1 સપ્ટેમ્બર 2024 ના રોજ પુર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ 1લી સપ્ટેમ્બરના રોજ દિલ્હી ભાજપા કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના હસ્તે સદસ્યતા પ્રાપ્ત કરી આ અભિયાનનો પ્રારંભ કરાવશે અને ત્યાર પછી ઘરે ઘરે જઇ જે પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની વિચારઘારા સાથે જોડાવવા માગતા હશે તેમને સદસ્યતા આપવામા આવશે. દેશભરમા ગુજરાત એક માત્ર એવુ રાજ્ય છે જેમા પક્ષના કાર્યકર્તાઓ દરેક સંકલ્પીત કાર્યોને નવા અધ્યાય સાથે પુર્ણ કરે છે એટલે આશા છે કે આ વખતે ગુજરાતમા ગત વર્ષ કરતા આ વર્ષે મોટી સંખ્યામા લોકો ભાજપાની સદસ્યતા મેળવી રેકોર્ડ સર્જશે. ગુજરાતમા ઓછામા ઓછા 2 કરોડ વ્યક્તિઓને ભાજપની સદસ્યતા મેળવે તેવો પ્રયાસ કરીશું.

ડો.યજ્ઞેશભાઇ દવેએ જણાવ્યું કે, સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશની બેઠક પછી જીલ્લા અને મહાનગર ખાતે બેઠક 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ત્યારે પછી મંડળ કક્ષાએ અને બુથ કક્ષાએ પણ બેઠક યોજાશે. ભાજપા દ્વારા 2020મા સદસ્યતા અભિયાન યોજાયુ હતુ જેમા ગુજરાતમા 1 કરોડ 13 લાખ જેટલા પ્રાથમિક સભ્યો હતા તેમજ 1 લાખ 40 હજાર જેટલા સક્રીય સભ્યો હતા. આ વખતે વધુમા વધુ લોકો સદસ્યતા પ્રાપ્ત કરે તે માટે માર્ગદર્શન મળ્યુ હતું.

  • સદસ્યતા અભિયાન માટે સંયોજક, સહ-સંયોજક અને પ્રદેશ સહાયકના નામો જાહેર
  • પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા
  • પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલને સંયોજકની જવાબદારી સોંપાય

ભાજપ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ સંયોજક, સહ સંયોજક અને પ્રદેશ સહાયકના નામો જાહેર કરવામાં આવ્યા છે.

પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને સદસ્યતા અભિયાન-2024ના પ્રદેશ સંયોજક તરીકે કે.સી.પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ સહ સંયોજક તરીકે અમદાવાદ પશ્ર્ચિમ લોકસભા બેઠકના સાંસદ દિનેશભાઇ મકવાણા, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જયરામભાઇ ગામીત, પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી કુલદિપસિંહ સોલંકી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ વાઘજીભાઇ ચૌહાણની નિયુક્તી કરવામાં આવી છે.

જ્યારે પ્રદેશ સહાયક તરીકે પ્રદેશ ભાજપના મીડીયા ક્ધવીનર ડો.યજ્ઞેશભાઇ દવે, આઇટી વિભાગના પ્રદેશ સંયોજક નિખીલભાઇ પટેલ અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ સંયોજક મનનભાઇ દાણીની નિયુક્તી કરવામાં આવી છે. સદસ્યતા અભિયાન અંતર્ગત પક્ષમાં નવા સદસ્યોની નોંધણી કરવામાં આવશે. એક કરોડથી પણ નવા સભ્યો નોંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.