રાષ્ટ્રપતિ માટે અશોભનિય શબ્દનો પ્રયોગ કરનાર ભાજપનું  કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન

દેશમુક્ત થઈ ગયેલી કોંગ્રેસના નેતાઓની બુધ્ધિ હવે ભ્રષ્ટ થઈ ગઈ: ડો. ધનસુખ ભંડેરી

કોંગ્રેસના લોક્સભાના પક્ષ્ાના નેતા અધિર રંજન ચૌધરી ધ્વારા દેશના પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઈરાદાપૂર્વક ર્ક્યો છે તેના વિરોધમાં શહેર ભાજપ ધ્વારા કોર્પોરેશન ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો. પ્રદિપ ડવ,  ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, જીતુ કોઠારી, કીંશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો.દર્શીતાબેન શાહ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા  સહીતના અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ મહિલા વિરોધી કોંગ્રેસ હાય હાય  અને આદીવાસી વિરોધી કોંગ્રેસ હાય હાય ના નારા લગાવી  આક્રોશ વ્યક્ત ર્ક્યો હતો.

આ તકે કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલ અને ડો. ધનસુખ ભંડેરીએ જણાવેલ કે દેશના રાષ્ટ્રપતિ નું પદ એ અતિ આદરણીય હોય છે ત્યારે રાષ્ટ્રપતિ માટે આવા અશોભનિય શબ્દોનો પ્રયોગ કરવો એ કોંગ્રેસની હલકી માનસિક્તા બતાવે છે ત્યારે દેશમુક્ત થઈ ગયેલી કોંગ્રેસના નેતાઓની બુધ્ધિ હવે ભ્રષ્ટ થઈ ગઈ છે ત્યારે સતા વગર બેબાકળી બનેલી કોંગ્રેસ આવા વાહિયાત નિવેદનો કરી  રહી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયા, પ્રવીણભાઈ ડોડીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.