Abtak Media Google News

જસદણના રામેશ્વર મંદિર પાસે રહેઠાણ અને પાંચ ટોબરા વિસ્તારમાં ખેતર ધરાવતા ગોકળભાઈ લાખાભાઈ રબારી ઉ.૬૦ એ મંગળવારે સાંજે પાક નિષ્ફળ જતા ઝેરી દવા પી આપઘાત કરતા રબારી સમાજના ટોળેટોળા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા.

તેમના પરિવારજનો સરકાર જયાં સુધી અમને સાંભળશે નહી ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહી આવે એમ પરિવારજનોએ જણાવ્યું હતુ.અંતેઆજ સવારે લાશ સ્વીકારી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે જસદણમાં પાંચ ભાઈ અને પાંચ પુત્રી એક પુત્રના પિતા ગોકળભાઈ રબારી નામના પ્રૌઢેએ મંગળવારે સાંજે પોતાના પાંચ ટોબરા વિસ્તારમા આવેલ વાડીમાં દવા પી લેતા આ બાબતની જાણ જાણ શેઢા પાડોશીઓને થતા તેમણે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ છકડો રીક્ષશ મારફત રાત્રીનાં સરકારી હોસ્પિટલમાં લાવેલ હતા.

ત્યાં જોતજોતમાં રબારી સમાજના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. લાશને હાલ તો પોલીસએ સ્વીકાર કર્યો છે. પણ તેમના પરિવારજનોએ આ લાશ ત્યાં સુધી નહી સ્વીકારે કે સરકાર જયાં સુધી તેમની વાત નહી સાંભળે આવો નિર્ણય મંગળવારે રાત્રીનાં કર્યો છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ ગત ચોમાસામાં વરસાદ ઓછો થતા અમારા ખેતરમાં પાક સદંતર નિષ્ફળ ગયો છે.

આથી અમારા ભાઈ ગોકળભાઈ કહેતા કે આ વર્ષે પણ દેવું ચડી જશે. એવું વારંવાર કહેતા અને આજે તેમણે દવા પી લીધી આ અંગે સરકારના પ્રતિનિધિ પણ હોસ્પિટલમાં ડોકાયા નથી અંતે આજે સવારે નવવાગ્યે રબારી સમાજએ તેમના ગોકળભાઈ નામના ખેડુતની લાશ દવાખાનામાંથી લઈ અંતિમ સંસ્કાર કરાયા છે મંગળવારે સાંજે છ વાગ્યે જસદણની સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે તેમની લાશ તેમના પરિવારજનો લાવ્યા હતા ૧૫ કલાક પછી લાશને પરિવારજનોએ સ્વીકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.