તાંત્રિક મહેલ પર કાળો જાદુ કર્યોને ભૂતિયો કિલ્લો બનાવી દીધો  

 

આસામની જતિંગાવેલીમાં સપ્ટેમ્બરની દર નવી રાત્રીએ પક્ષીઓ મરી જાય છે: પુનાના શનિવાર વાડાના કિલ્લામાં સૂર્યાસ્ત પછી કોઇ જઇ શકતું નથી: સિમલા – કાલકા રોડ પર ટનલ નં. 103 ની અંધારી જગ્યામાં આત્માઓ ભટકે છે

બંગાળમાં અહલ્યા ઘોસ્ટ લાઇટસની જગ્યાએ સૂર્યાસ્ત પછી ન જવાની લોકવાયકા: અગ્રસેન બાવલી ની જગ્યામાં કાળા પાણી ભરાય એટલે લોકોને મરી જવા આકર્ષિત કરે છે: સુરતના ડુમર કાંઠે આત્મા ભટકતી હોવાની લોકવાયકા છે

આપણો ઘણાંના મોઢે વિવિધ જગ્યાની ચિત્ર-વિચિત્ર વાતો સાંભળતા હોય છે. અમુક અવાવરૂ કે ખંઢેર જેવી જગ્યાએ કોઇ જતુ હોતું નથી જાય તો કદી પાછોના આવે તેવી પણ વાયકા હોય છે. ઘણા મકાનોમાં ભૂત-પ્રેતની વાતો થતી હોય છે. વિજ્ઞાનયુગમાં આવુ કશું જ હોતું નથી એવું સાબિત પણ થયું છે. છતાં માનવી અંધ શ્રઘ્ધામાં માનતો હોય છે. ભણેલ કે અભણ સૌ આવી વિચિત્ર વાતોમાં માનવા લાગે છે. આપણાં તહેવારોમાં પણ ‘કાળી ચૌદસ’ નો દિવસ છે. જેના વિશે લોકો વિવિધ વાતો કરતાં હોય છે. આત્મા ભટકતી હોય તેવા હોરર હિન્દી – અંગ્રેજી ફિલ્મ પણ આવી ગયા છે. દુનિયામાં માનનારા અને ન માનનારા એમ બન્ને વર્ગનાં લોકો છે. આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે કે જેના વિશે લોકો તરહ તરહની વાતો કરતાં હોય છે.

મે તમે કે આપણે સૌએ એવી ઘણી વાતો લોક મુખેથી સાંભળી હશે. કેટલાકને તો અનુભવ પણ થયા હશે. આજે આપણે આવી જ કેટલીક જગ્યા વિશે માહિતી મેળવી શું આ જગ્યાનું નામ સાંભળતા લોક થર – થર કાંપે છે. તેની આસપાસ રહેતા લોકોને તો મજબૂરીથી નીકળવું પણ પડે છે. વાત સાંભળીને લોકો કાંપવા લાગે છે.

દિલ્હીમાં અગ્રેસેનની બાવલી નામની જગ્યા છે આ જગ્યાનું પૌરાણિક મહત્વ છે. એવું પણ કહેવાય છે કે જયારે તેમાં કાળા પાણી ભરાય જાય છે ત્યારે તે લોકોને મરી જવા મોહિત કે આકર્ષિત કરે છે. આજે પણ આ જગ્યાએ સૂર્યાસ્ત પછી લોકો આવતા નથી.

સિમલા – કાલકા રોડ પર આવેલી ટનલ – 103 વિશે લોકો માને છે કે અહિં ઘણી આત્માઓ રહે છે. આ જગ્યાએ અંધારુ હોવાથી તમને કોઇ વાત કરતું સંભળાય છે. કેટલાક લોકોએ તો ઘણીવાર અહી એક મહિલા ચાલતી પણ જોઇ છે. આ જગ્યા વિશે ઘણી ચિત્ર – વિચિત્ર વાતો છે.

 

પશ્ર્ચિમ બંગાળમાં અહલ્યા ઘોસ્ટ લાઇટસ વિશેની વાતમાં માછીમારો જુદી જુદી વાતો કરે છે. ઘણી બધી વાર્તાઓ પણ અહિંના લોકો કરે છે. અહીં એવી પણ વાયકા છે કે સૂર્યાસ્ત પછી નાજવું, જો કોઇ જાય તો તેમનું મૃત્યુ થઇ જાય છે.

રાજસ્થાનના કુલઘરાના સ્થાન વિશે ઇ.સ. 1800 લોકોને ખબર પડી, અહીં કોઇ રહેતું નથી. લોકો બધા ચાલ્યા ગયા છે. ભૂલથી અહીં કોઇ વ્યકિત રોકાય તો તે ગુમ થઇ જાય છે. ઘણા વર્ષો પહેલા એક રાજાના મંત્રી આ ગામની કોઇ છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા. ગામ લોકોએ વિરોધ કર્યો. અપમાનીન મંત્રીએ ગામ ઉપર વેરો ડબલ કરતાં ગામની તમામ પ્રજાએ આ જગ્યા છોડી દીધી. ફરી કયારેય તે પરત જ ન આવ્યા.

 

તાજ મહેલ પેલેસ, મુંબઇ વિશે ઘણાને ખબર જ નથી કે જેને તાજ હોટલ બનાવી તે જ આર્કિટેકટ તેણે આ પેલેસ બનાવ્યો હતો. તે જે પ્રમાણે ડિઝાઇન નાવવા માંગતો હતો તે પ્રમાણે કરી ન શકતા તે મૃત્યુ પામ્યો હતો. અહીં આવનાર ઘણીવાર કોઇની છાયા જુએ છે.

ગોવા ખાતેનું ચર્ચ ઓફ થ્રી કિંગની આસપાસ રહેતા લોકો માને છે કે ચર્ચમાં ભૂતનો વાસ છે. આ ચર્ચમાં કેટલાક પોર્ટુગીઝ રાજાની હત્યા કરાય હતી. તેમજ અહીં બે રાજાએ આત્મ હત્યા પણ કરી હતી. ત્યારની આ લોક વાયકા ચાલી છે.

સુરતનો ડુમસ  કાંઠો એક ડરામણું સ્થળ મનાય છે. ઘણા સમય પહેલા એક શબને અહીં દફન કરતા તે હજી ભટકે છે એવી વાતો લોકો કરે છે. જયારે તમારી આજુબાજુ કોઇ ન હોય ત્યારે આજે પણ તમને અવાજો સાંભળવા મળે છે.

મહારાષ્ટ્રનો સૌથી મોટો કિલ્લો શનિવાર વાડ કિલ્લો પુના ખાતે આવેલો છે. જેની દિવાલો રહસ્ય મય વાર્તાઓથી ભરેલી છે. અહીં એક યુવાન રાજકુમારને તેના પરિવારે દિવાલોની અંદર ચણીને મારી નાખ્યો હતો. ત્યારથી આજ સુધી તેનો આત્મા ભટકે છે. દરેક પૂનમે તે મૃત્યુનો બદલો લેવા આવે છે એવા ડરથી સૂર્યાસ્ત પછી કોઇ કિલ્લા પાસે જતુ નથી.

કોલકતાના રાષ્ટ્રીય પુસ્તકાલયમાં અનેક પ્રકારની રહસ્યમય ઘટનાઓ બને છે. થોડા વર્ષો પહેલા એક વિદ્યાર્થી આ પુસ્તકાલયમાં ગયો જે હજી પાછો નથી આવ્યો. સવારે જયારે પુસ્તકાલય ખોલે તો ઘણા કાગળ અને સામગ્રી વેરવિખેર આજે પણ જોવા મળે છે.

મેરઠના જી.પી બ્લોક વિસ્તારમાં એક બે માળની ઇમારત છે, જેમાં ઘણી આત્માઓ રહે છે. બિલ્ડીંગમાં ઘણીવાર રાત્રે લોકો દારુ પીતા હોય એવા દ્રશ્યો જોવા મળે છે. ઘણીવાર લાલ ડ્રેસવાળી છોકરી પણ ઘરની બહાર ઉભેલી જોવા મળે છે.

જો તમને લાગે કે ભૂત ખંઢેર જેવી જગ્યાએ જ હોય પણ એવું નથી. રામોજી ફિલ્મ સીટી પણ ભૂતનો વાસ હોવાનું લોક વાયકા છે. અહિંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ જગ્યા નિઝામ સુલતાન શહેર જગ્યા પર બનાવેલ છે જે જગ્યાએ સજાની વિવિધ પ્રવૃતિઓ થતી ઘણીવાર અહી પડછાયા, આંગળીના નિશાનો અને પોતાની મેળે દરવાજા ખુલીને બંધ થયા હોવાનો ઘણાએ અનુભવ કર્યો છે. આસામની જતીંગા ખીણમાં ઘણા બધા પક્ષીઓ રહે છે. ખુબ જ સુંદર મનમોહક જગ્યા છે. અહીં એક રહસ્ય મય વાત જોવા એ મળે છે કે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ રાત્રે હજારો પક્ષીઓ મૃત્યુ પામે છે. અહિં પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે પણ કયારેય પાછા ફરી શકતા નથી. આ પાછળનું શું કારણ છે તે કોઇ જાણતું નથી.રાજસ્થાનના ભાનગઢ કિલ્લા વિશે પણ ઘણી વાતો લોકો કરી રહ્યા છે. ભૂતકાળમાં એક તાંત્રિકે આ મહેલ ઉપર કાળો જાદુ કર્યો હતો. ત્યારથી આ ભૂતિયો કિલ્ોો બની ગયો છે. લોકો સૂર્યાસ્ત પછી પ્રવેશ કરતાં જ નથી. આ કિલ્લામાં મકાનોમાં છત નથી. જો છત બાંધવામાં આવે તો તે આપમેળે તૂટી પડે છે.

અવાવરૂ કે સુમસાન જગ્યાએ ડર વધુ લાગે !!

આપણાં ગામ કે શહેર સાથે દેશમાં એવી ઘણી અવાવરૂ – સુમસાન જગ્યાએ લોકો જતા ન હોવાથી બાદમાં તેના વિશે સાચી-ખોટી વાતો ફેલાતા લોકવાયકાનો પ્રચાર થવા લાગે છે. આવી જગ્યાએ સાંભળેલી વાતોને કારણે ડર લાગવા લાગે છે. મહારાષ્ટ્રના સૌથી મોટા કિલ્લા શનિવાર વાડમાં રાજકુમાર તના મોતનો બદલો લેવા દર પૂનમે આવતો હોવાની લોક વાયકા ઘણી પ્રચલિત છે, આવી જ વાત મેરઠના જી.પી. બ્લોક વિસ્તારની છે.

ડરને કારણે અંધારામાં ભય વધુ લાગે !!

આપણે સાંભળેલી વાતોને કારણે સુમસાન જગ્યામાં અંધારામાં પસાર થઇએ ત્યારે મનમાં ડર વધુ લાગે છે. બધા સાથે હોવાથી આપણને ભય લાગે છે. દિવસના અજવાળા કરતાં રાત્રે અંધારામાં ભય વધુ લાગે છે. કાળી બિલાડી કે સફેદ વસ્ત્રોવાળી સ્ત્રી જેવી ઘણી ભ્રામક વાતો સાવ ખોટી હોવા છતાં આપણે તેને સાચીમાનીને ડરવા લાગીએ છીએ.