Abtak Media Google News

લૂંટ-ફાટ, મહિલાની છેડતી બળાત્કાર જેવ ગુનાઓ ગુજરાતમાં છેલ્લાં થોડા સમયથી ખૂબ વધતાં જઈ રહ્યા છે. લૂંટ-ફાટ કે છેડતીના બનાવો સુધી તો ઠીક છે પણ હાલ રાજ્યના દાહોદ જીલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વિશે જાણી બેઘડી વિચારમય જ થઈ જવાય કે લોકોની આવી માનસિકતા ? એક મહિલાને આવી સજા ? શરાજાહેર મહિલા સાથે અમાનુષી અત્યાચાર, આવી રીતે ? ગુનો કે ભૂલ કરી પણ તેની આવી સજા ? મહિલાની ઈજ્જતની સરેઆમ નિલામી ?

મહિલાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો

દાહોદના ધાનપુર તાલુકાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા પર સાસરિયાં દ્વારા અમાનુષી અત્યાચાર કરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહિલાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો છે. એટલુ જ નહિ, મહિલાનો પતિ તેના શરીર પર ચઢેલો દેખાય છે. દિયરે પણ અત્યાચાર કરી ભાભીના કપડા ખેંચ્યા હતા. જાહેરમાં લોકોની સામે શારીરિક છેડતી કરી હતી. અને તેને ગામભરમાં ચલાવી ઢોરમાર મારવામાં આવ્યો છે. માનવતાને પણ શરમાવે તેવો હચમચાવી દેનારો કિસ્સો છે. વાયરલ થયેલા આ વીડિયોના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે.

પરપુરુષ સાથેના પ્રેમસંબધની મહિલાને “કાળી સજા” અપાઈ

બનાવની વિગત અનુસાર, ધાનપુર તાલુકાના આ વીડિયોમાં જે મહિલાને માર મારવામાં આવ્યો છે તે પીડિત મહિલાની ઉમર 23 વર્ષ છે. મહિલાના લગ્ન 5 વર્ષ પહેલા દિનેશ નામના યુવક સાથે થયા હતા. તેમને એક દીકરી પણ છે. પરંતુ આ મહિલાને ધાનપુર તાલુકાના અન્ય એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારથી છુપાઈ છુપાઈને મળતા હતા. પરંતુ ઘરના સભ્યોને જાણ થઈ જતાં મહિલાને કાળી સજા અપાઈ છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે અત્યાર સુધીમાં સાસરી પક્ષના 19 લોકો સામે ઇપીકો 354(બી)(સી), 143, 144, 146, 147, 149, 323, 292, 504, 506(2)509, 34, આઇટી એક્ટ 66(એ), 66(ઇ)અને 67(એ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓના  બે દિવસના રિમાન્ડ મંજુર

આ બાબતે પોલીસે ધાનપુર કોર્ટમાં 11 આરોપીને રજૂ કર્યા છે અને તમામના પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે આ સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપી  પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.