Abtak Media Google News

પીવાના પાણીના સંપમાંગટરનું પાણી ભળી જતા રોગચાળો વકર્યો તંત્રમાં દોડધામ

લીંબડી તાલુકાના ભથાણ ગામે પીવાના પાણી ના સંપમાં ગટર અને ગંદકી ના પાણી ભળતા પાણીજન્ય રોગચાળો વકરતા દસ વર્ષ થી 18 વર્ષ સુધીના 22 જેટલા બાળકો મા કમળાના રોગચાળા મા સપડાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. લીંબડી તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમો દોડી આવી હતી અને રોગચાળો વકરતો અટકાવવા તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અબતક ની ટીમ ભથાણ ગામે પહોંચી હતી અને વિગતો મેળવતા   42 જેટલા લોકોમાં કમળા ના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય તંત્ર ધ્વારા દર્દીઓ ના લોહી ના નમુનાઓ લઇ ગામમાં ક્લોરીનેશન ની કામગીરી હાથ ધરી હતી.

આ બાબતે ગ્રામજનો એ લીંબડી તાલુકા મથકે જાણ કરતા લીંબડી મામલતદાર જ્યોતિબેન ગોહિલ તથા લીંબડી તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા તથા સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમ ભથાણ ગામે દોડી આવી હતી અને ગામમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જરુરી દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને ગામમાં પીવાના પાણીનો સંપ તાબડતોબ સાફસૂફી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..

ભથાણ ગામે પીવાના પાણીના સંપ નજીક અવાડા પાસે થતી ગંદકી નુ પાણી લીકેજ દ્વારા સંપમાં ભળતા પાણીજન્ય કમળા ના 25 જેટલા કેસો નોંધાયા છે. તંત્ર દ્વારા રોગચાળો નિયંત્રણમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ પરિસ્થિતિ કાબુમાં છે. જ્યોતિબેન ગોહિલ લીંબડી મામલતદારે જણાવ્યુંં હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.