Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

દુબઈમાં યોજાનાર ટી-20 વકલ્ર્ડ કપ માટે ટીમ ઇન્ડિયા પોતાના નવા રંગરૂપ સાથે સજ્જ છે. જેના પગલે હવે આગામી વર્લ્ડ કપમાં નેવી બ્લુ કલરની જર્સી સાથે ઉતરશે. ટી-20 વર્લ્ડકપ 17મી ઓક્ટોબરથી શરુ થવા જઈ રહ્યો છે તે પહેલા બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી જાહેર કરી છે. આ કીટને નસ્ત્રબિલિયન ચીયર્સ જર્સીસ્ત્રસ્ત્ર નામ આપવામાં આવ્યું છે. આ જર્સી 1992 વર્લ્ડકપ પેટર્નની જર્સીને મળતી બનાવામાં આવી છે.

જર્સીનો કલર નેવી બ્લૂ રાખવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર કિટ સ્પોન્સર્સ એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા આ જર્સી લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું આ માત્ર એક ટીમ નથી, તેઓ ભારતનું ગૌરવ છે. આ માત્ર જર્સી નથી, તે એક અબજ ચાહકોનો આશીર્વાદ છે. ટીમ ઇન્ડિયાને ચિયર્સ કરવા તૈયાર રહો. નવી કિટ ડાર્ક બ્લુ પેટર્નની છે જેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં પરંપરાગત નેવી બ્લુને બદલી હતી.

1992 વર્લ્ડકપ થીમ પર બનાવાઈ જર્સી: બીસીસીઆઈએ ટ્વિટ કરી આપી માહિતી 

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ ભારતીય ક્રિકેટ ટીમે બ્લુ, ગ્રીન, રેડ અને વ્હાઇટના પટ્ટા વાળી ભારતની 1992ની વર્લ્ડકપ જર્સી જેવી કિટ પહેરી હતી. બીસીસીઆઈએ નવી જર્સી લોન્ચ કરતા કે.એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને બુમરાહનો નવી જર્સી સાથે ફોટો મુકીને એક ટ્વિટ દ્વારા લોકોને આ નવી જર્સી વિશે જાણાકારી આપી છે. ટી-20 વર્લ્ડ કંપની ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબરે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ કરશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો દુબઈના મેદાનમાં રમવામાં આવશે. ત્યાર બાદ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.