ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા મહારકતદાન કેમ્પ

blood donation camp | rajkot
blood donation camp | rajkot

રકતદાતાઓને રૂ.૧ લાખનું વીમા કવચ.

ઉમિયા માતાજી સિદસર મંદિર દ્વારા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં તેઓ ઉમા યુવા શકિતનો આજરોજ વોર્ડ નં.૧૨માં સર્વજ્ઞાતિ, રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ભાગ લેશ. તેમજ રકતદાતાઓને અકસ્માત વીમો પણ આપવામાં આવશે.

ઉમિયા માતાજી સિદસર મંદિર આયોજીત વર્ષોથી લોકોને લગતી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે. ઉમા યુવા શકિતનો ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૨ ખાતે આજરોજ સર્વે જ્ઞાતિ રકતદાન કેમ્પ રાખવામાં આવેલો છે અને આવનારા દિવસોમાં ઉમિયા માતાજી મંદિર સિદસરની યોજના છે કે સર્વે જ્ઞાતિને સાથે રાખીને સૌનો વિકાસ થાય અને આગળના દિવસોમાં ગરીબો સામે કેમ જજુમવુ, બેરોજગારી સામે કેમ જજુમવુ એજ પ્રયાસ છે.

મહિલા સંગઠન સમિતિ અને ઉમિયા યુવાના કાર્યકરો સવારે ૬:૩૦ થી સ્થળ પર જ હાજર રહેશે. આ કાર્યક્રમને વડાલીયા ફુડ, એમ.કે.પંપ, ક્રિષ્ના પાર્ક રીસોર્ટ, એન્જલ પંપ અને ગેલેકસી મંડપ સર્વિસ દ્વારા સારો સાથ સહકાર મળેલો છે. કેમ્પમાં ૪૦૦ બોટલ રકત એકઠી થવાની શકયતા.  વાવડી ખાતે ઉમિયા ગ્રુપના પ્રમુખ એક પેઢી લેઝરટેક તેમજ રામ ગૌશાળા મંડળ તરફથી ૧ લાખ ‚ા.ની અકસ્માત વિમો અમારા દ્વારા આપવામાં આવશે. તેમજ રકતદાતાઓને વિમા પોલીસી પણ આપવામાં આવી છે.