Abtak Media Google News

રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા કસ્તુરબાધામ (ત્રંબા)માં સુભાષચંદ્ર બોઝના જન્મજયંતી પર બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સેગલીયાની અધ્યક્ષતામાં તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, ઉપપ્રમુખ નીતિનભાઈ ઢાંકેચા, તાલુકા પ્રમુખ વલ્લભભાઈ શેખલિયા, માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, જીલ્લા યુવા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ તકે તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સેગલીયાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં નેતાજીનું મહત્વનું યોગદાન રહ્યું છે. આઝાદ હિન્દ ફોજની રચના કરી જય હિન્દનું રાષ્ટ્રીય સુત્ર સુભાષચંદ્ર બોઝે દેશને આપ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના આગેવાન સંજયભાઈ અજાણી, નીતિનભાઈ રૈયાણી, કેયુરભાઈ ઢોલરીયા, છગનભાઈ મેર, વડાળી ગામના મુખ્ય આગેવાન સુરપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નલુભા સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.