સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિર યોજાઇ

rajkot
rajkot

ગુરૂબચનસિંહજી મહારાજની સ્મૃતિમાં ઉજવાતા માનવ એકતા દિવસ અંતર્ગત ભારતભરમાં રકતદાન કેમ્પોનું આયોજન

સંત નિરંકારી મિશનના ત્રીજા સતગુરુ બાબા ગુ‚બચનસિંહજી મહારાજની સ્મૃતિમાં દર વર્ષે ર૪મી એપ્રિલે ભારત સહીત સમગ્ર વિશ્ર્વમાં નિરંકારી મિશન દ્વારા માનવ એકતા દિવસની ઉજવણી અંતર્ગત રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવે છે. સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ સુધીમાં ૪૭૯ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ૮,૬૯,૧૬૧ યુનીટનું રકતદાન થઇ ચુકયું છે. જેને ભારત સરકારે દ્વારા અનેક વખત સન્માનીત કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં પણ સંસ્થા દ્વારા રકતદાન શિબીર યોજાઇ હતી. જે અંગે મંડલે રેલ પ્રબંધક ડી.આર.એમ. પ્રભાકર નીનાવેએ જણાવ્યું હતું કે અહિં ૧૫૦ જેટલા લોકોએ રકતદાન કર્યુ છ. જે સરકારી હોસ્૫િટલને આપવામાં આવશે આ કાર્ય પ્રસંશાને પાત્ર છે. રાજેશભાઇ કેશવાણીએ જણાવ્યું હતું કે સંત નિરંકારી ફાઉન્ડેશન જે માનવતાનું કાર્ય કરે છે. નિરંકારી બાબા ગુ‚બચનસિંહજી મહારાજના શહિદ દીની નીમીતે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ ઉજવાય છે. તેમના મૃત્યુ પછી બધાએ કહ્યું હતું કે ખુનનો બદલો ખુનથી લેશું પરંતુ સદગુરુ બલદેવસિંહ મહારાજે કહ્યું કે આપણે ખુનને બદલે લેશું પરંતુ ખુન લઇને નહિ ખુન દઇને લેશું. તેથી ૧૯૮૬ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઇ રહ્યું છે. અત્યાર સુધી ચાલુ જ છે. અને તેને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.