• રક્તદાતાઓને બિરદાવવા આકર્ષક શ્યોર ગિફ્ટ અને એક લાખના અકસ્માત વિમા પોલીસી તથા સર્ટિફિકેટ ભેટ અપાશે
  • ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જૈન સોશ્યલ ગ્રુપના સભ્યોએ આપી માહિતી

જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના 438 ગ્રુપ્સ અને 90000 થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન તા.4 ઓગષ્ટથી તા.18 ઓગષ્ટ દરમ્યાન આશ્રય કમિટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર રીજીયન આ સેવા પખવાડીયા અંતર્ગત સામાજીક-ધાર્મિક કાર્યક્રમો યોજી રહ્યું છે. જેના ભાગ રૂપે સૌરાષ્ટ્ર રીજીયન પ્રાયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની આયોજીત આગામી તા.4-8-2024 રવિવારનાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રી મોહનભાઈ હોલ, લોર્ડસ બેન્કવેટ હોટલ પાસે, ચૌધરી હાઈસ્કુલ સામે, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય દાતા માતુશ્રી ગુલાબબેન અનીલભાઈ મહેતા તેમજ શ્રીમતી વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્મરણાર્થે હસ્તે હિતેશભાઈ મહેતા તેમજ સહયોગી દાતા ઈન્દુભાઈ વોરા તેમજ લક્કી ડ્રો દ્વારા 17 ભાગ્યશાળી રકતદાતાને 39” ટીવી, 32” ટીવી, પચાસ લીટરનું ફ્રીજ, 2 સોનાની ગીની, 9 ચાંદીની ગીની તથા 3 સ્માર્ટ વોચ આપવામાં આવશે, ઉપરાંત અદાણી ફુડનાં હર્ષદભાઈ અદાણી તથા અદાણી પરિવારનો વિશેષ સહયોગ સાંપડ્યો છે. આ કેમ્પમાં વિનયભાઈ જસાણી : શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટનો પણ વિશેષ સેવા સહયોગ મળેલ છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જીતુ પંચમિયાએ જણાવ્યું હતું કે રકતદાનએ નવા જમાનાની નવી જવાબદારી છે. તેમજ રક્તદાનએ આપણે સૌએ સ્વેચ્છાએ સ્વીકારેલો સામાજીક વેરો છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનના આશ્રય સેવા પખવાડીયા અંતર્ગત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા એલીટ સંગીની દ્વારા સૌને સાથે રાખી, સૌના સાથ સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આગામી તા.4-8-2024 ને રવિવારનાં સવારે 8 થી બપોરે 3 દરમ્યાન મોહનભાઈ હોલ, લોર્ડસ બેન્કવેટ હોટલ પાસે, ચૌધરી હાઈસ્કુલ સામે, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા સંગીની મીડટાઉન, સંગીની ડાઉનટાઉન, સંગીની પ્રાઇમનો સહકાર સાંપડ્યો છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ફેડરેશનના પ્રમુખ, અમીષભાઇ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગભાઇ ચોકસી, ઉપપ્રમુખ મનીષભાઇ દોશી, પી.આર.ઓ.  મનીષભાઇ શાહ, પૂર્વ પ્રમુખ સુરેશભાઇ કોઠારી હરેશભાઇ વોરા, સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઈ કોઠારી, આઇ.ડી. ડો.ચેતનભાઈ વોરા તથા નીલેશભાઇ કામદાર, આશ્રય કમિટીના ચેરમેન ઉપેનભાઇ મોદી, સેક્રેટરી હિરેનભાઈ પરીખ, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા તથા મુકેશભાઈ પારેખ, નીલેશભાઇ કોઠારી, જોઈન્ટ સેક્રેટરી ભાવિકભાઈ શાહ અને હિરેનભાઈ મારડીયા, ટ્રેઝરર ભાવિકભાઈ શાહ, સૌરાષ્ટ્ર રીઝીયન સંગીની ક્ધવીનર સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીઝીયન પી.આર.ઓ. મીરાબેન દોશી, એડમીન પી.આર.ઓ. ભાવનાબેન મહેતા, ગ્રીટીંગ્સ પી.આર.ઓ. ફાલ્ગુનીબેન શાહ, ઝોન કો. ઓર્ડીનેટર રાજેશભાઇ મોદી, સેવા પખવાડીયા ઉદ્ઘાટન સમારોહ પ્રોજેકટ ચેરમેન મેહુલભાઇ દામાણી, પ્રોજેકટ કો. ચેરમેન નિલેશભાઇ ભાલાણી ઉપરાંત રાજકોટ ઝોન સૌરાષ્ટ્ર રીઝીયન કમિટી ચેરમેનઓ, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડીયા – મેયર રાજકોટ મહાનગર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સતીષભાઈ મહેતા- અબતક, ડો.દિપકભાઈ મહેતા, મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

આ મહા રક્તદાન શિબિરમાં વધુમાં વધુ રક્તદાન કરે તે માટે રાજકોટનાં તમામ જૈન સોશ્યલ ગ્રુપનાં હોદેદારો સતત કાર્યશીલ છે અને આવનાર રક્તદાતાને સરળતા રહે તેવી સુંદર વ્યવસ્થાને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કેમ્પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થા આત્મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાશે તેમજ મોટી ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ સંસ્થા કાર્યરત બની છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક સ્યોર ગીફ્ટ જેવી કે ઓફીસ બેગ, અદાણી મસાલા ગીફ્ટ હેમ્પર્સ, ખજુર પેક, વેકયુમ પેક જાર, પીઝા કટર, એક લાખની અકસ્માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સિનર્જી હોસ્પિટલ સહયોગથી નામાંકિત તબીબોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક તથા સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્કનો વિશેષ સહયોગ મળેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ બકુલેશભાઈ મહેતા, સેક્રેટરી અભય દોશી તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેન જીતુ પંચમીયા, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા, ધવલ સંઘવી, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, ધવલ શાહ, નિપેશ દેસાઈ, આકાશ શાહ, વિમલ બાટવીયા, ડો.હીરેન પટેલ, તેજસ દોઢીવાળા, હિરેન પારેખ, સોનલ દેશાઇ, શ્રુતી શાહ, સોનલ દોશી, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા સહીતનાં લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ઉપેન મોદી, બકુલેશ મહેતા, જીતુ પંચમીયા, જીજ્ઞેશ બોરડીયા, ચેતન પંચમીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.