- ઓપરેશન સિંદૂર દરમ્યાન ઘવાયેલા સેનાના જવાનો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
- કે. જી. એન. તેમજ કીંગ સ્ટાર ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
- 211 જેટલી બોટલો રક્ત યુનિટ એકત્ર કરાયું
રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં મુસ્લિમ સમાજની દેશ પ્રેમી સામાજિક સંસ્થાઓ કેજીએમ ગ્રુપ અને કિંગતા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયેલા સૈનિક તેમજ પીરે તરિકત સૈયદ અબા મુજ્જમિલ બાપુના 71માં જન્મ દિવસ નિમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 211 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું. ઓપરેશન સિંદૂર અંતર્ગત ઘવાયેલ ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાત મંદ લોકો માટે શહેરમા લોહાણા સમાજ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરાજી ઉપલેટાનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા, પૂર્વ ધારાસભ્ય છગન સોજીત્રા, નગર પાલિકા પ્રમુખ વર્ષા ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞા વ્યાસ, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલ ચંદ્રવાડીયા, મુસ્લિમ સમાજના અગ્રણી રજાક હિંગોરા, આરીફ નાથાણી, યુસુફ સોરઠીયા સહિત તમામ હિન્દુ મુસ્લિમ સમાજનાં આગેવાનો, યુવાનો, વડીલો, મહીલાઓ સહિત નાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં મુસ્લિમ સમાજની દેખ પ્રેમી સામાજિક સંસ્થાઓ કેજીએમ ગ્રુપ અને કિંગતા ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયેલા સૈનિક તેમજ પીરે તરિકત સૈયદ અબા મુજ્જમિલ બાપુ ના ૭૧ જન્મ દિવસ નિમીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં 2111 યુનિટ રક્ત એકત્ર થયું હતું ઓપરેશન સિંદૂર અંતર્ગત ઘવાયેલ ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાત મંદ લોકો માટે શહેરમા લોહાણા સમાજ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા દેશ પ્રેમની ભાવના અને હિન્દૂ મુસ્લિમ ની એકતા અને અખંડિતતાને ભાવનાને કાયમ જાળવી રાખવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધોરાજી ઉપલેટાનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા નગર પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા મુસ્લિમ સમાજ ના અગ્રણી રજાકભાઈ હિંગોરા આરીફ ભાઈ નાથાણી યુસુફ સોરઠીયા સહિત તમામ હિન્દુ મુસ્લિમ સમાજનાં રાજકિય સામાજિક હોદ્દેદારો આગેવાનો, યુવાનો, વડીલો, મહીલાઓ સહિત નાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી જરૂરિયાત મંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમ ની ભાવના અને ભારત દેશના વિર જવાનોનિ રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમમાં જોડાયા હતા
211 જેટલી રક્તની બોટલો એકત્રીત કરી આશા બ્લડ બેંક પોરબંદર ને અર્પિત કરાઈ હતી. અને આવનારા દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરી વઘુ ને વઘુ રક્તની બોટલો એકત્રીત કરી જરૂરિયાતમંદ લોકો ને આપવા કટિબદ્ધ રહેવા જણાવાયું હતું
અહેવાલ: ભરત રાણપરીયા