Abtak Media Google News

મગરની પીઠ જેવા બિસ્માર રસ્તાનાં કારણે સ્ટેચર અને વ્હીલ ચેરમાં દર્દીઓને લઇ જવા બન્યું મુશ્કેલ

વ્હીલ ચેરમાંથી મહિલા દર્દી ગબડી પડયાના બીજા દિવસે અમ્બ્યુલેન્સના ટાયરમાં ખીલ્લી ધુસી ગઇ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા આવે છે પરંતુ સિવીલ હોસ્પિટલને જ સારવારની જરુર હોઇ તેવી સ્થિતિ સામે આવી છે. સૌરાષ્ટ્રના હ્રદય સમાન ગણતી સિવીલ હોસ્પિટલની સ્થિતિ કફોડી બની છે. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલની અંદરના રસ્તા જ મગરની પીઠ જેવા બન્યા છે. જેના કારણે વ્હીલ ચેર અને સ્ટેચર પર લઇ જવામાં આવતા દર્દીઓને સ્ટેચરમાં સીટ બેલ્ટ બાંધીને લઇ જવા પડે તેવી સ્થિતિ બની છે. રસ્તાઓ ખરાબ હોવા છતાં પણ સિવીલના જવાબદારો તેની તરફ જોઇ રહ્યા નથી જેવા કારણે દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજરોજ ખરાબ રસ્તાના કારણે મોબાઇલ એમ્બ્યુલેન્સના ટાયરમાં પંચર પડવાથી સિવીલમાં દર્દીઓનો ટ્રાફીક જામ થયોહતો.

લાખો દર્દીઓને સારવાર આપતી રાજકોટની સિવીલ હોસ્પિટલને જ સારવારની જરુર હોઇ તેવી સ્થિતિ બની છે. અનેક સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ સિવીલ હોસ્પિટલના માર્ગો જ બિસ્માર બન્યા છે. જેના કારણે દર્દીઓ સ્ટેચર અને વ્હીલ ચેર  પરથી ગબડી પડે છે. આજ બપોરના સમયે જ હોસ્પિટલમાં પસાર થઇ રહેલી બ્લડ મોબાઇલ એમ્બ્યુલેન્સ ખાડામાં ફસાઇ જવાથી તેમાં પંચર પડયું હતું જેથી હોસ્પિટલમાં ટ્રાફીક જામ જેવી સ્થિતિ બની હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ કોવિડ બીલ્ડીંગ પાસે એક પ્રૌઢ મહિલાને દર્દીની વ્હીલ ચેર પર એકસ-રે માટે લઇ જવામાં આવી રહ્યા હતા. ત્યારે ખાડામાં વ્હીલ ચેર ફસાઇ જતા મહીલા દર્દી નીચે ગબડી ગયા હતા. પરંતુ આવા અનેક બનાવો બનવા છતાં પણ સિવીલના જવાબદાર વ્યકિતઓ દ્વારા કંઇ પણ પગલા લેવામાં આવતા નથી જેથી સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી જોવાનું તે રહ્યું છે, સિવીલના માર્ગોને કયારે સરખા કરવામાં આવશે જેથી દર્દીઓની હેરાન ગતિ ઓછી થઇ શકે.

સિવિલ હોસ્5િટલમાં જવાબદારોની ઘોર બેદરકારીથી દર્દીઓની કફોડી હાલત

હોસ્5િટલના રસ્તા મગરની પીઠ જેવા બની જવામાં જવાબદારી કોની છે? અનેક વાર રીપેરીંગ કામ કરવા છતા પણ રસ્તાઓ ર0-રપ દિવસમાં ઘોવાણ બની જાય છે. અને મોટા ખાડા પડી જાય છે અનેક વાર આવું થતું હોવાથી બનાવથી પણ સિવીલ હોસ્પિટલના બાબુઓ દ્વારા કોઇ ઘ્યાન દોરવામાં આવતું નથી અને રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવતું નથી જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

મંત્રીના આગમન પૂર્વે જ રીપેર કરાયેલા માર્ગ પર ફરી પડયા ખાડા

રાજકોટમાં થોડા દિવસો પહેલા જ મંત્રીના આગમનના એક દિવસ પૂર્વે જ સિવીલ હોસ્પિટલનાં રસ્તાઓ તાત્કાલીક ધોરણે રીપેર કરવામાં આવ્યા હતા. પરંતુ રીપેરીંગ કર્યાના ર0 દિવસમાં જ રસ્તાઓ ફરી ઘોવાઇ ગયા છે અને ફરી માર્ગ  ખાડા ખબડા વાળા બની ગયા છે. જેથી હાલ સારવાર અપતી સિવીલને જ સારવારની જરુર હોઇ તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શું કોઇ મંત્રી ફરી રાજકોટની મુલાકાતે હશે ત્યારે જ રસ્તા ફરી રીપેરીંગ કરવામાં આવશે? તેવા પ્રશ્ર્નો સામે આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.