Abtak Media Google News

Table of Contents

ગિરીશ ભરડવા: અબતક – રાજકોટ

લોહીના પ્રકાર કેટલા?

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન અનેક લોકો વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ડિલિવરી અને હૃદય-કિડની કે અન્ય મેજર સર્જરી દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે.

સરળ લાગતો આ શબ્દ કેટલો વજનદાર અને કિંમતી છે એતો જ્યારે એની જરૂરત પડી હોય ત્યારે જ ખબર પડે..

માનવ શરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ધરતી પરના ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. જોકે આપણે ત્યાં બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ બ્લડ વપરાયા વિનાનું વેસ્ટ જાય છે.

વિજ્ઞાન કે વ્યકિત ભલે ચંદ્ર સુધી પહોંચી આવિષ્કારો શોધી શક્યો હોય, લોહીનો વિકલ્પ હજુ સુધી શોધી શક્યો નથી..

આવું જાણીને સાવ જ બ્લડ-ડોનેશન કૅમ્પો પરત્વે ઉદાસીનતા દાખવવી યોગ્ય નથી. આપણે જ્યારે બ્લડ ડોનેટ કરવા જઈએ કે ઈવન બ્લડની જરૂર ઊભી થાય ત્યારે સૌથી પહેલો સવાલ ડૉક્ટરનો હોય છે કે તમારું બ્લડ-ગ્રુપ કયું છે? તમે કહો કે મારું તો B પૉઝિટિવ છે. તો આ B પૉઝિટિવ શું છે?

લોહીના પ્રકાર કઈ રીતે પડે?

બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન A અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે. આ ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે એ સમજીએ.

આ લોહી શુ છે.. તેની જરૂરિયાત શુ? કેટલા પ્રકારના લોહી? શરીરમાં કે જીવનમાં જરૂરિયાત શુ? લોહી વિશે જાણી અજાણી વાતો સાંભળીને આપણે પણ આ સરળ શબ્દની બહુ મોટી કિંમત કરતા થઈ જશું..

ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.

ABO સિસ્ટમ પ્રમાણે બ્લડ-ગ્રુપ

 A : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A ઍન્ટિજન આવેલા હોય અનેB પ્રકારના
ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ A છે એમ કહેવાય.

 B : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B ઍન્ટિજન આવેલા હોય અને B પ્રકારના
ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ B છે એમ કહેવાય.

 AB : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને ઍન્ટિજન
આવેલા હોય અનેબન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં
હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ AB છે એમ કહેવાય.

 O : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના
ઍન્ટિજનઆવેલા ન હોય અને બન્ને પ્રકારના ઍન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં
હોય તો એ વ્યક્તિનું બ્લડ-ગ્રુપ O છે એમ કહેવાય.

  પૉઝિટિવ   અને  નેગેટિવ   

Rh (Rhesus) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રુપ જુદાં પડે છે.

પૉઝિટિવ : જે  વ્યક્તિમાં ઉપરોક્ત ઍન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન પણ હાજર હોય એ બ્લડ Rh પૉઝિટિવ ગણાય છે.

નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh ઍન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh ઍન્ટિબૉડીઝ નૅચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પૉઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh ઍન્ટિબૉડીઝ પેદા કરી શકે છે.

-: લોહીનું મૅચિંગ કઈ રીતે થાય? :-

A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને
બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને
લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય.
આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે.
આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે
એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના
બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર
O ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને
આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

Bombay Blood Group Abd 01 202009488513બૉમ્બે બ્લડ-ગ્રુપ

કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ O પૉઝિટિવ કે O નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી રેર ગણાતું બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે.આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

વર્લ્ડ બ્લડ ડોનર ડે કેમ?

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના બાયોલૉજિસ્ટ-કમ-
ફિઝિશ્યનકાર્લ લૅન્ડસ્ટેઇનરે ૧૯૦૧ની સાલમાં શોધ્યું હતું કે દરેક
વ્યક્તિનું લોહીએકસરખું નથી હોતું, પરંતુ એના વિવિધ પ્રકારહોય છે.
હાલમાં જેપદ્ધતિ બહુપ્રચલિત છે એવી A, B, AB, અને O એમ ચાર
પ્રકારનાંપૉઝિટિવ અને નેગેટિવ Rh ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી
હોય છેએવું સાબિત કર્યું. આને ABO સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ
બ્લડ-ગ્રુપધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં ૯૯.૯ ટકા જેટલી સફળતા મળતી
હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એ માટે બ્લડ-ગ્રુપના શોધક કાર્લ લૅન્ડસ્ટેઇનરના જન્મદિવસ ૧૪ જૂનની પસંદગી કરી. રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળે એ માટે ૧૯૯૫ની સાલથી દર વર્ષે ૧૪ જૂને આ દિવસ સેલિબ્રેટ થાય છે.

  ‘ગોલ્ડન બ્લડ’ :                          
એવું લોહી જે બચાવી શકે છે સૌનો જીવ                   

 

 

 

 

ગોલ્ડન બ્લડ.. ગોલ્ડ બ્લડ. સાંભળીને કોઈ અત્યંત અમૂલ્ય વસ્તુ હોય તેવું જણાય છે. લોહીનું આ એક દુર્લભ ગ્રૂપ છે જે દુનિયામાં ઘણાં ઓછા લોકો ધરાવે છે.
ભલે આ ગ્રૂપના લોકોને તમે ખાસ માનો પણ ખરેખર તો આ બાબત એમના માટે ઘણી વખત જીવલેણ બની જતી હોય છે.જે બ્લડ ગ્રૂપને ‘ગોલ્ડન બ્લડ’ કહેવામાં આવે છે એનું વાસ્તવિક નામ આરએચ નલ (Rh null) છે.
Rh null શું છે અને આને કેમ અમૂલ્ય ગણવામાં આવે છે અને શા માટે તેની સરખામણી સોના સાથે કરવામાં આવે છે?
આ બ્લડ ગ્રૂપવાળા લોકોને શેનું જોખમ હોય છે?
આ સવાલોનો જવાબ મેળવતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે બ્લડ ગ્રૂપનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે.

આવી રીતે નક્કી કરવામાં આવે છે બ્લડ ગ્રૂપ

  • લોહી કે જે લાલ કોશિકાઓમાંથી બનેલું હોય છે તેના પર પ્રોટીનનું એક સ્તર હોય છે જેને ઍન્ટીજન કહેવામાં આવે છે.
  • બ્લડ ટાઈપ Aમાં માત્ર ઍન્ટીજન A હોય છે, બ્લડમાં B માત્ર B , બ્લડ AB માં આ બન્ને હોય છે અને ટાઈપ O માં આ બન્ને હોતા નથી હોતા.લાલ લોહીની કોશિકાઓમાં એક અન્ય પ્રકારનું ઍન્ટીજન હોય છે. એને કહેવામાં આવે છે Rh D.
  • આ ઍન્ટીજન 61 Rh ટાઈપના ઍન્ટીજનોના સમૂહનો એક ભાગ છે.
  • જ્યારે લોહીમાં Rh D હોય ત્યારે તેને પૉઝિટિવ ગણવામાં આવે છે અને ના હોય ત્યારે તેને નૅગેટિવ ગણવામાં આવે છે.
  • આ રીતે સામાન્ય બ્લડ ગ્રૂપની ઓળખ કરી એનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે : A-, B +, B-, AB +, AB-, O + , અને O-.
  • જો કોઈને લોહી ચઢાવવાની જરૂર પડે તો એના ગ્રૂપની જાણ હોવી જરૂરી છે.
  • જો નૅગેટિવ ગ્રૂપ વાળા માણસને પૉઝિટિવ દાતાનું લોહી આપવામાં આવે તો આ તેના માટે પ્રાણઘાતક બની શકે છે.
  • આવું એટલા માટે કે એના શરીરના એન્ટીબૉડીઝ આ લોહીનો અસ્વીકાર કરી દે છે.
  • આ જ કારણસર O- બ્લડ ગ્રૂપવાળા લોકોને યુનિવર્સલ ડૉનર કહેવામાં આવે છે.
  • કારણ કે આમાં એન્ટીજન A, B કે Rh D હોતા નથી.
  • આવા સંજોગોમાં લોહી કોઈ પણ અડચણ વગર અન્ય ગ્રૂપવાળા વ્યક્તિના લોહીમાં ભળી જઈ શકે છે.
  • આ પ્રકારનાં જેટલાં પણ સંયોજન છે તેમાં Rh null સૌથી અલગ છે.
  • જો કોઈના રેડ બ્લડ સેલમાં એન્ટીજન નથી તો એનું બ્લડ ટાઈપ Rh null હશે.
  • બાયૉમેડિકલ રિસર્ચ પોર્ટલ મોજેક પર છાપવામાં આવેલા એક લેખમાં પૅન બૅલીએ લખ્યું છે કે પ્રથમ વખત આ બ્લડ ગ્રૂપની ઓળખ 1961માં કરવામાં આવી હતી.
  • ઑસ્ટ્રેલિયાનાં મૂળ નિવાસી મહિલામાં આ જોવા મળ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધી આ પ્રકારના માત્ર 43 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
  • નેશનલ યૂનિવર્સિટી ઑફ કોલંબિયામાં હૅમેટૉલૉજીમાં નિષ્ણાત નતાલિયા વિલારોયાએ બીબીસીને જણાવ્યું કે આ પ્રકારનું લોહી આનુવાંશિક રીતે મળશે.
  • એમણે કહ્યું, ‘માતા-પિતા બન્ને આ મ્યૂટેશનનાં વાહક હોવા જોઈએ.’
  • Rh બ્લડ ટાઈપ એક રીતે વરદાન પણ બની શકે છે અને શાપ પણ.
  • એક રીતે આ યુનિવર્સલ બ્લડ છે જે કોઈ Rh ટાઈપ વાળા કે Rh ટાઈપ વગરનાને ચઢાવી શકાય છે.
  • કારણ કે આવું ઘણાં ઓછા કિસ્સાઓમાં બની શકે છે કારણ કે આને પ્રાપ્ત કરવું દુર્લભ છે.
  • નેશનલ રેફરન્સ લેબોરેટરીના નિદેશક ડૉક્ટર થિયરી પેરર્ડને ટાંકીને મોજેક પર લખવામાં આવ્યું છે, “અત્યંત દુર્લભ હોવાને કારણે જ આને ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે.”
  • બૅલીના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું લોહી ખૂબ જ મોંઘું હોય છે.
  • ભલે આ પ્રકારના લોહીને કોઈ પણ પ્રકારની ઓળખ વગર સંગ્રહિત કરવામાં આવ્યું હોય પણ એવા કિસ્સા બહાર આવ્યા છે કે જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની શોધ માટે લોહીના નમૂના લેવાના હેતુસર રક્તદાન કરનારની ભાળ કાઢવાનો પ્રયાસ કર્યો હોય.
  • મોંઘું પડે છે આ પ્રકારનું લોહી ગોલ્ડન બ્લડ ગ્રૂપ હોવું ઘણી વખતે લોકોને મોંઘું પડી જતું હોય છે.
  • યુએસ રૅયર ડિસીઝ ઇન્ફર્મેશન સેન્ટર અનુસાર જે લોકોનું બ્લડ ગ્રૂપ Rh null હોય છે એમને હળવા પ્રકારનો ઍનિમીયા હોઈ શકે છે.
  • વળી જો તેમને લોહી ચઢાવવાની જરૂર પડે તો એમને માત્ર Rh null લોહી જ ચઢાવી શકાય છે અને જેને શોધવું એક કપરું કામ છે.
  • માત્ર એટલા માટે જ નહીં કે આ પ્રકારના લોહી વાળા લોકો ઓછા પ્રમાણમાં છે પણ બીજા કોઈ દેશોમાં આ પ્રકારના લોહીના દાતા મળી જાય તો ત્યાંથી લોહી લાવવું પણ અઘરું છે.
  • Rh null બ્લડ ગ્રૂપવાળા લોકો બ્રાઝિલ, કોલંબિયા, જાપાન, આયરલૅન્ડ અને અમેરિકામાં રહે છે.
  • એમને પ્રોત્સાહન આપી શકાય છે કે તેઓ લોહી ડૉનેટ કરતા રહે કે જેથી આ રિઝર્વ તરીકે કોઈ વખતે પોતાના માટે પણ કામ લાગી શકે.
  • પણ આ બ્લડ ગ્રૂપવાળા લોકો ઘણા ઓછા છે તેથી એમનું લોહી અન્ય જરૂરિયાતવાળાને પણ ખપમાં આવી શકે છે.

Blood Dropમાણસના લોહી વિશે આ પણ જાણો

માણસનું લોહી લાલ રંગનું પ્રવાહી છે. તેમાં પ્લાઝમા, સફેદ કણો અને લાલ કણો હોય છે. લોહીમાં ૫૪ ટકા પ્લાઝમા છે. પ્લાઝમા લોહીના એક ટીપાંમાં લગભગ ૩૦ કરોડ લાલકણો હોય છે. તેને કારણે તે લાલ દેખાય છે.

લોહીમાં ચેપી બેકટેરિયા સામે લડવા શ્વેત કણો હોય છે. તેનું પ્રમાણ એક ટકો જ છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં તેની ભૂમિકા મહત્ત્વની છે. શ્વેતકણો ૯ કલાક જીવે છે ત્યાર બાદ નવા બને છે. લાલકણોનું મુખ્ય કામ શરીરને ઓક્સિજન આપી કાર્બનડાયોકસાઈડ મેળવવાનું છે. લાલ કણ ૧૨૦ દિવસ જીવે છે તે શરીરને ઓક્સિજન અને શક્તિ પહોંચાડે છે. નાશ પામેલા લાલકણોની જગ્યાએ નવા ઉમેરાતાં રહે છે. હાડકાં વચ્ચેના પોલાણમાં દર સેંકડે કરોડો નવા લાલકણો બનતા રહીને લોહીમાં ઉમેરાય છે.
લોહીમાંના શ્વેત અને રક્તકણો બરોળમાં નાશ પામે છે. બરોળ નાશ પામેલાં કણો ઉપરાંત અન્ય ઝેરી અને હાનિકારક દ્રવ્યોનો સંગ્રહ કરી પિત્તાશયમાં મોકલી નિકાલ કરે છે. લોહીમાં લાલ અને સફેદ કણ ઉપરાંત પ્લેટલેટના કણો પણ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.