Abtak Media Google News

કોરોના વાયરસના વધતા કેસના પગલે શેરબજારમાં ભારે અફરા તફરીનો માહોલ: નિફ્ટી પણ 500 પોઇન્ટ ગગડતાં રોકાણકારોના શ્વાસ અધ્ધર

આજે કારોબારના પહેલા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 1600 પોઇન્ટ જેટલુ નીચે સરકી ગયું હતું. આ લખાય છે ત્યારે 1667 પોઇન્ટ અને નિફ્ટી 514 પોઇન્ટ ઘટીને ટ્રેડ થઈ રહયા છે.. જો કે, ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. આરબીએલ, આઈઓબી, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 154 પોઇન્ટના ઘટાડા સાથે 49,591 ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નિફ્ટી પણ 39 પોઇન્ટ તૂટીને 14,834ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં મોટાભાગના બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.

વર્તમાન સમયમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. દેશમાં સતત કેસ વધી રહ્યા છે. વર્તમાન સમયે તેની અસર આર્થિક ક્ષેત્રમાં થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં અર્થતંત્રના બેરોમીટર ગણાતા શેર બજારમાં મોટો કડાકો બોલી જતાં રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા છે. ઘણા સમયથી સેન્સેક્સ 50 હજાર અંકનીની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે સેન્સેક્સ 40000ને આંબી જાય તેવી પણ સ્થિતિ છે.
અહીં ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં આવેલા કડાકા પાછળ કોરોના સૌથી મોટું જવાબદાર પરિબળ છે આર્થિક રાજધાની મુંબઈમાં બાદ હવે મહારાષ્ટ્ર સરકારે વધુ દિવસોના લોકડાઉન સંગે વિચારણા હાથ ધરતાં ઉપર તેની ગંભીર અસર પડી જવા પામી છે.

બિજી તરફ વૈશ્વિક બજારમાં ઉલટી ગંગા જોવા મળી છે. શુક્રવારે અમેરિકન માર્કેટમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.89% વધીને 297.03 પોઇન્ટ પર 33,800.60 પર બંધ રહ્યો હતો. નેસ્ડેક 0.51%ના વધારા સાથે 70.88 પોઇન્ટ ઉપર 13,900.20 પર બંધ થયો હતો. એસપી 500 ઇન્ડેક્સ પણ 31.63 અંક વધીને 4,128.80 પર બંધ રહ્યો. એ જ રીતે ફ્રાન્સ અને જર્મનીનાં બજારોમાં પણ વધારો રહ્યો.ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં વધુ ઝડપથી કેસ વધ્યા હોવાનું ફલિત થાય છે. નવી લહેર વધુ આક્રમક રીતે જનજીવન ઉપર ત્રાટકી રહી છે. આજે ગુજરાત હાઇકોર્ટે પણ આ બાબતે સુઓમોટો લઈને મહત્વના નિર્દેશો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.