બોડેલી: ખાતે 26 મી જાન્યુઆરી નીમીતે શેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કુલ એમ.ડી.આઇ,ખત્રી વિદ્યાલય સહીતની શાળાઓમાં ધ્વજ વંદન કરાયુ

છોટાઉદેપુર જિલ્લા ના ખાતે આવેલ શેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કુલ એમ.ડી.આઇ ,ખત્રી વિદ્યાલય સહીત ની શાળાઓ મા ધ્વજ વંદન કરાયુ જેમા બોડેલી ની એમ.ડી.આઇ સ્કુલ મા શાળા ના પટાવાળા ના હસ્તે ધ્વજ વંદન કરાયુ તો વિવિધ શાળાઓમા ધ્વજ વંદન સાથે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા રક્તદાન શિબિર નુ આયોજન કરાયુ હતુ વૈષ્ણવ યુવા સંગઠન અને બોડેલી ઢોકલીયા પબ્લીક હોસ્પિટલ દ્વારા છેલ્લા 21 વર્ષ થી રક્તદાન કેમ્પ નુ આયોજન કરાઇ રહયુ છે 15 મી ઓગસ્ટ તથા 26 મી જાન્યુઆરી ના દિવસે રક્તદાન શિબિર નુ આયોજન કરવામા આવી રહ્યુ છે અત્યાર સુધી યોજાયેલ રક્તદાન કેમ્પ મા 4200 થી વધુ યુનીટ રક્ત એકત્રીત કરી લોકોને અર્પણ કરવામા આવ્યુ છે

આજે બોડેલી ના બોડેલી ઢોકલીયા પબ્લીક હોસ્પિટલ ખાતે વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા યોજાયેલ આ કેમ્પ મા બોડેલી ના કોટન જીન ના માલીક અને અગ્રણી રજનીભાઈ ગાંધી એ 62 વર્ષ ની ઉમરે અત્યાર સુધી યોજાયેલ 42 રક્તદાન કેમ્પ મા 40 વખત રક્તદાન કરી માનવ જાત માટે એક અનોખુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ