Abtak Media Google News

મામલામાં મુંબઈના વિકાસ જૈન સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરાઈ

દેશના ઇતિહાસમાં આજ સુધી ભાગ્યે જ પકડાયો હોય તેવો 317 કરોડથી વધુ બનાવટી ચલણી નોટોનો જથ્થો સુરત ગ્રામ્ય પોલીસના એસપી હિતેષ જોયસર ટીમ દ્વારા સુરત રેન્જ વડાના માર્ગદર્શન હેઠળ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે હજુ આતો માત્ર ટ્રેલર હોવાનું અને અસલી પિકચર હજુ બાકી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન અકિલા સાથેની વાતચીતમાં સમગ્ર મામલે રસપ્રદ વિગતો સુરતના યુવા ગ્રામ્ય એસપી હિતેષ જોયસર દ્વારા રજૂ કરવામાં આવી છે. જે

કામરેજમાં અઠવાડિયા પહેલા પકડાયેલ નકલી નોટમાં મોટાપાયે બ્લેક મનીને વ્હાઈટ કરવાનું કૌભાંડ ખૂલ્યું છે. સૌથી મોટું બોગસ નોટ પધરાવી દેવાનું કૌભાંડનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કરી, 6 આરોપીની ધરપકડ કરી રૂ. 317 કરોડની નોટ રિકવર કરી છે.

આંતરરાજય કૌભાંડ હોવાથી તટસ્થ તપાસ માટે 8 અધિકારીઓની ટીમ(એસઆઈટી) બનાવી છે. હાલ પકડાયેલ આરોપીઓના તાર ક્યાં ક્યાં જોડાયેલ છે, જેની તપાસ શરૂ કરી છે. કામરેજ ડીવાયએસપી બી.કે.વનારના જણાવ્યું કે, એક ટીમ ફિલ્ડ પર કામ કરશે. બીજી ટીમ ઇન્વેસ્ટીગેશન, ત્રીજી ટીમ ડેટા એનાલિશીશની કામગીરી કરશે.

હાલ પકડાયેલા આરોપીની ક્યાં, કોની સાથે સંપર્કમાં અને આ કોભાંડમાં ઇન્વોલ્ટમેન્ટ છે કે કેમ સહિતની તપાસનો દૌર શરૂ કરાયો છે. સુરતથી જામનગર સુધીમાં હજુ અન્યનું કનેકશન હોવાનું પોલીસ માની રહી છે. જ્યારે આ ટોળકીની બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઇ, ઇન્દોરમાં પણ ઓફિસ હોવાથી આંતરરાજ્ય ચલણી નોટની નકલી નોટોને ઘુસાડવાનું કાવતરું હોવાથી, પોલીસ સર્ચમાં હજુ ઘણું રહસ્ય બહાર આવી શકે. ડુપ્લીકેટ નોટનું એપી સેન્ટર યુપીમાં થઇ હોવાથી પોલીસની એક ટીમ યુપી રવાના થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

એસ.પી.હિતેષ જોયસરે મામલામાં જણાવ્યુ હતું કે, કામરેજ પાસેથી ચોક્કસ બાતમી આધારે સામાજીક સંસ્થાની એમબ્યુલેન્સમાંથી 25 લાખ 80 હજારની નોટ મળી આવતા આ બાબતે ઊંડુ કાવત્રું હોવાનું અમારી ટીમને પ્રથમથી જ આશંકા હતી. પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ સાથે મળી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી વિગેરે રાજયોમાં વી.આર.લોજીસ્ટીકસ નામથી પોતાની આંગડીયાની બ્રાન્ચો ચાલુ કરેલ હતી. બાદ તમામ આરોપીઓએ ભેગા મળી કાવત્રુ રચી, જયારે જયારે કોઇ કંપની ટ્રસ્ટને ડોનેશન આપવાનું હોય ત્યારે ટ્રસ્ટ પાસે કંપની ડોનેશનના 50% રકમ લીકવીડ કેસ ટ્રસ્ટ પાસે રોકડ રકમ જોવા માટે માંગે છે. ત્યારે ટ્રસ્ટ સાથે મળી 10% લેખેનો ચાર્જ લઇ પોતાના કબ્જામાં રાખેલ બનાવટી ભારતીય ચલણી નોટોનો જથ્થો વિડીયો કોલથી કંપનીને બતાવી કંપનીઓ સાથે માતબર રકમ છેતરપિંડી કરી મેળવતા આવેલ હતા. પકડાયેલ આરોપી વિકાસ જૈન અગાઉ પણ વનરાઇ પો.સ્ટે. બોરીવલી મુંબઇ ગુ.ર.નં.231/ 20 આઇ.પી.સી કલમ 406, 420, 419, 120(બી) મુજબના ચિટીંગના ગુનામાં પકડાયેલ છે.

પકડાયેલ આરોપીઓ પૈકી કોઇ પણ આરોપીઓ ફિલ્મ બનાવવાના વ્યવસાય સાથે કોઇ પણ રીતે સંકળાયેલ નથી કે ભુતકાળમાં પણ સંકળાયેલ હોય કે આગામી સમયમાં પણ ફિલ્મ બનાવવાનો આશય હોય તેવું તપાસ દરમ્યાન ખુલવા પામેલ નથી. બનાવટી ચલણી નોટો ઉપર ફિલ્મ શુટીંગ લખવાનો એક માત્ર હેતુ કાયદાકીય છટકબારી ઉભી કરી બચવાનો જણાયેલ છે.

આરોપીઓએ અગાઉથી જ કાયદાકીય પ્રક્રિયામાંથી બચવાના આશયથી યુકિતપૂર્વક ફિલ્મ શુટીંગનો હેતુ માટેનો પર્પજ બનાવટી ચલણી નોટો ઉપર રાખી, ગુમરાહ કરવાનો પ્રયત્ન કરેલ છે. પરંતુ સદરહું ચલણી નોટો એફઅસએલ, એસબીઆઇ, આરબીઆઇના અધિકારીઓ દ્વારા પરીક્ષણ-નિરીક્ષણ કરી બનાવટી ભારતીય ચલણી નોટો હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપેલ છે.

તાજેતરમાં દિકરી એજયુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી બનાવટી ભારતીય ચલણી નોટ અંકિત મુલ્યની રૂ. 25,80,00,000ની કિંમતની ઝડપી પાડેલ હોય જે બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનાના મુળ સુધી પહોંચવા માટે તેમજ વિભાગીય પોલીસ અધિકારી બી.કે.વનાર નાઓના સુપરવિઝન હેઠળ તથા બી.ડી.શાહ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી સુરત ગ્રામ્ય, આર.બી.ભટોર પોલીસ ઇન્સ્પેકટર, કામરેજ પો.સ્ટેનાઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન આપી તેઓની રાહબરી હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન, જી.સુરત ગ્રામ્ય, પાર્ટ-એ, ગુ.ર.નં-11214020222051/ 2022, આઇ.પી.સી કલમ 489(ક)(ખ)(ગ), 406, 420, 201, 120(બી) મુજબથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ

જેમાં પકડાયેલ આરોપી હિતેશ પરસોતમ કોટડીયાની સઘન પુછપરછ કરતા બનાવટી નોટોનો જથ્થો મુંબઇ ખાતે વી.આર.લોજીસ્ટ્રીકસ નામના આંગડીયુ ચલાવતા વિકાશ જૈન પાસેથી લાવેલ હોવાનું અને પોતાના વતનમાં તથા આણંદ ખાતે અન્ય જથ્થો રાખેલ હોવાનું જણાવતા સુરત જિલ્લા પોલીસના અધિકારી/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પકડાયેલ આરોપીના મુળ વતનમાં તથા આણંદ ખાતેથી બનાવટી નોટોનો માતબર જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે તેમજ મુંબઇ ખાતે મુખ્યસુત્રધાર વિકાસ જૈનની તપાસ કરી ઝડપી પાડી, તેની ઓફીસ, ગોડાઉન, રહેઠાણ સ્થળ વિગેરે જગ્યાએ સતત દરોડા પાડી અન્ય છુપાવી રાખેલ માતબર બનાવટી ભારતીય ચલણી નોટોનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે. અન્ય આરોપીઓને દબોચી, સઘન પુછરછ કરી, બનાવટી ભારતીય ચલણી નોટો સપ્લાય કરવાના સમગ્ર નેટવર્કનો સુરત જિલ્લા પોલીસ દ્વારા પર્દાફાશ કરી, આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ ચાલુ છે.

મામલામાં હિતેષભાઇ પરસોતમભાઇ કોટળીયા (ઉ.38) હાલ રહે મકાન નંબર-4 ન્યુ ગાંધી સોસાયટી મોહુડી વિસ્તાર રાજકોટ મુળ રહે. મોટાવડાણા ગામ તા.કાલાવડ જી.જામનગર, દિનેશભાઇ લાલજીભાઇ પોશીયા (ઉ.40) ધંધો એમ્રોડરી મશીન રહે-મકાન નં.એફ/1/801, પવિત્રનગરી એપાર્ટમેન્ટ, ખોલવડ, તા.કામરેજ-જી.સુરત મુળ ભાખાગીરગામ તા.ગીર-ગઢડા જી.ગીર સોમનાથ વિગેરે હોવાનું સામે આવ્યું છે.

બનાવટી ટ્રસ્ટ ઉભું કરી છેતરપિંડી આચરતા હોવાનો ધડાકો !!

તપાસ દરમિયાન આ રેલો મુંબઇ પહોંચ્યો હતો અને વી.આર લોજિસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો, આરોપીઓ બનાવટી ટ્રસ્ટ ઉભું કરીને ટેક્સમાં બેનિફીટ આપવાના બહાને વિવિધ કંપનીઓ સાથે ઠગાઈ કરતા હતા, તો ક્યારેક આરોપીઓ નકલી કંપની ઉભી કરીને કોઈ ટ્રસ્ટને મોટું ડોનેશન આપવાના બદલામાં કમિશન મેળવીને છેતરપિંડી આચરતા હતા.

તપાસના તાર દિલ્લી-મુંબઇ સુધી પહોંચ્યા !!

સમગ્ર બનાવની વાત કરીએ તો 29 સપ્ટેમ્બરે સુરતના કામરેજ હાઈવે પર એમ્બ્યુલન્સમાં રાખેલા 6 બોક્સમાંથી 25 કરોડની નકલી ચલણી નોટો ઝડપી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી. અને ત્યાર બાદ પોલીસ તપાસનો રેલો ગુજરાત, મુંબઈ બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો હતો અને આ કેસના માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે અલગ-અલગ જગ્યા પરથી કુલ 300 કરોડથી વધુની નોટો કબ્જે કરી છે. અત્યાર સુધી 6 લોકોની સુરત જિલ્લા પોલીસની ટીમે ધરપકડ કરી છે અને કૌભાંડની વધુ તપાસ હાથધરાઈ છે.

સુરતની નકલી નોટોનું પગેરું સૌરાષ્ટ્ર સુધી !!

હાલ પકડાયેલા આરોપીની ક્યાં, કોની સાથે સંપર્કમાં અને આ કોભાંડમાં ઇન્વોલ્ટમેન્ટ છે કે કેમ સહિતની તપાસનો દૌર શરૂ કરાયો છે. સુરતથી જામનગર સુધીમાં હજુ અન્યનું કનેકશન હોવાનું પોલીસ માની રહી છે. પકડાયેલા વે આરોપીઓ પણ સૌરાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ટોળકીની બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઇ, ઇન્દોરમાં પણ ઓફિસ હોવાથી આંતરરાજ્ય ચલણી નોટની નકલી નોટોને ઘુસાડવાનું કાવતરું હોવાથી, પોલીસ સર્ચમાં હજુ ઘણું રહસ્ય બહાર આવી શકે. ડુપ્લીકેટ નોટનું એપી સેન્ટર યુપીમાં થઇ હોવાથી પોલીસની એક ટીમ યુપી રવાના થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

કૌભાંડના મૂળ સુધી પહોંચવા એસઆઈટીની કરાઈ રચના

કામરેજમાં અઠવાડિયા પહેલા પકડાયેલ નકલી નોટમાં મોટાપાયે બ્લેક મનીને વ્હાઈટ કરવાનું કૌભાંડ ખૂલ્યું છે. સૌથી મોટું બોગસ નોટ પધરાવી દેવાનું કૌભાંડનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કરી, 6 આરોપીની ધરપકડ કરી રૂ. 317 કરોડની નોટ રિકવર કરી છે. આંતરરાજય કૌભાંડ હોવાથી તટસ્થ તપાસ માટે 8 અધિકારીઓની ટીમ(એસઆઈટી) બનાવી છે. હાલ પકડાયેલ આરોપીઓના તાર ક્યાં ક્યાં જોડાયેલ છે, જેની તપાસ શરૂ કરી છે. કામરેજ ડીવાયએસપી બી.કે.વનારના જણાવ્યું કે, એક ટીમ ફિલ્ડ પર કામ કરશે. બીજી ટીમ ઇન્વેસ્ટીગેશન, ત્રીજી ટીમ ડેટા એનાલિશીશની કામગીરી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.