Abtak Media Google News

મહત્ત્વની બેઠકમાં ૧૦ ડિરેક્ટરોની ભેદી ગેરહાજરી: બેઠક મુલત્વી રહેતા આત્મનિર્ભર યોજના પડતી મૂકવી પડી

જામનગર જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડીરેકટરની મહત્વની મીટીંગમાં ૧૦ ડીરેકટર રજા રિપોર્ટ વગર ગેરહાજર રહેતાં આત્મનિર્ભર યોજનાની અમલવારી અધ્ધરતાલ રહી છે. આ ઘટનાથી જિલ્લા બેંકમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતીનું નિર્માણ થયું છે અને રાજકારણ ગરમાયું છે.

૧૬ માંથી ફકત ૫ ડીરેકટરો હાજર રહેતાં કોરમના અભાવે મીટીંગનું સૂરસૂરિયું થઇ ગયું હતું. નવાઇની વાત એ છે કે, જિલ્લા સહકારી બેંકની મીટીંગમાં યોજનાનો ઠરાવ ફરજીયાત કરવાનો હતો છતાં ડીરેકટરો ગેરહાજર રહેતાં આંતરિક જૂથવાદ સહીત તરેહ તરેહની ચર્ચા શહેરમાં શરૂ થઇ છે.

જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડીરેકટરોની મીટીંગ ગુરૂવારના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુભાષ બ્રીજ પાસે રાખવામાં આવી હતી. મીટીંગનો મુખ્ય એજન્ડા કોરોના મહામારીને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહેલા નાના વેપારી, મધ્યમ વર્ગની વ્યકિત, કારીગરો, શ્રમિકોને રાજય સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર યોજના લોનની અમલવારીનો ઠરાવ કરવાનો હતો. પરંતુ મીટીંગમાં ૧૬ સભ્યોમાંથી ફકત બેંકના ચેરમેન અશોકભાઇ લાલ, બેંકના મેનેજીંગ ડીરેકટર જીવણભાઇ કુંભારવાડીયા, ડીરેકટર જીતુભાઇ લાલ, મેરગભાઇ ચાવડા, ઇલેશભાઇ પટેલ હાજર રહ્યાં હતાં. મીટીંગ દરમ્યાન બેંકના ડીરેકટર લુણાભા સુમાણીયાનો માંદગી સબબ રજા રિપોર્ટ આવ્યો હતો.

પરંતુ સરકારના ઠરાવ મુજબ બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગ મળવી જરૂરી હોવા છતાં મીંટીંગમાં ૧૬ માંથી ૯ ડીરેકટર તથા યોજનાના નોડલ ઓફીસર જિલ્લા રજીસ્ટ્રાર રિપોર્ટ વગર ગેરહાજર રહેતા કોરમના અભાવે સૂરસૂરિયું થઇ ગયું હતું. આત્મ નિર્ભર યોજનાના અમલ માટેનો ઠરાવ ફરજીયાત કરવાનો હોવા છતાં ડીરેકટરોની ગેરહાજરીને લીધે યોજનાની અમલવારી થઇ શકી ન હતી.  પ્રવીણસિંહ ઝાલા, વાઇસ ચેરમેન, રાધવજીભાઇ પટેલ,  ડોલરભાઇ કોટેચા,  મુળુભાઇ બેરા, પી.એસ.જાડેજા,  દિલીપભાઇ નવાણી,  જીતુભાઇ નવાણી,  બળદેવસિંહ જાડેજા,  બ્રિજરાજસિંહ જાડેજા ગેરહાજર રહ્યા હતાં.

૧૦ ડિરેક્ટર રજા રિપોર્ટ વિના ગેરહાજર: વિનુ પરસાણીયા

જીલ્લા સહકારી બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર વિનુ પરસાણીયાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર યોજનાનો અમલ ન યોયોજનાના અમલનો ઠરાવ ફરજીયાત હોવા છતાં ગેરહાજર રહેતાં આંતરિક જૂવાદ સહિતની ચર્ચા શરૂ થઈ ૧૬ માંથી ફકત ૫ સભ્યો હાજર બોર્ડ ઓફ ડીરેકટરની મિટિંગનું સૂરસૂરિયું થઇ ગયુંગેરહાજર ડિરેકટરોનો રજા રિપોર્ટ આવ્યો નથી, માંદગી અંગે ૧નો રિપોર્ટ આવ્યો હતો સરકારના ઠરાવ મુજબ જામનગર જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડીરેકટરર્સની મીટીંગ મળવી જરૂરી હોય શુક્રવારે રખાઈ હતી. જેમાં એક ડીરેકટરનો માંદગી સબબ રજા રિપોર્ટ આવ્યો હતો, જયારે અન્ય ગેરહાજર ૧૦ ડીરેકટરનો રજા રિપોર્ટ આવ્યો નથી. આથી આ ડીરેકટરો ગેરહાજર ગણાય.

એજન્ડા બુધવારે મળ્યો, કોરમના અભાવે મિટિંગ મુલતવી રહી: રજિસ્ટ્રાર

જીલ્લા રજીસ્ટ્રાર એમ. એસ. લોખંડે જણાવ્યું હતું કે, જિલ્લા સહકારી બેંકની બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગ ગુરૂવારે હોવાનો એજન્ડા બુધવારે મળ્યો હતો. વળી, નિયમ મુજબ ૧૬ માંથી ૯ ડીરેકટર હાજર હોય તો જ કોરમ પૂર્ણ થાય. પરંતુ મીટીંગમાં ફકત ૫ ડીરેકટરો હોય કોરમના અભાવે મીટીંગમાં મળી શકી ન હતી. વળી, અગાઉ નકકી થયા મુજબ ખેડૂતોને નાણાં ચૂકવણાની કામગીરી સબબ જિલ્લા બહાર હોવાથી મીટીંગમાં ઉપસ્થિત રહી શકયો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.