બાળકના નાકમાં બોલ્ટ ફસાયો ડો.હિમાંશુ ઠકકરે કરી સફળ સર્જરી

દૂરબીન વડે સર્જરી કરી બાળકને મુશ્કેલીમાંથી ઉગાર્યો

અબતક,રાજકોટ

અત્રે પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ ના વિદ્યાનગર રોડ સ્થિત ડો હિમાંશુ ઠક્કર ની હોસ્પિટલ ખાતે એક અજીબ કેસ નોંધાયો કે જેમાં રાજકોટ ના મનોજ ભાઈ જોશી ના પુત્ર કે જેની ઉંમર માત્ર 4 વર્ષ છે તે મોનીતે રમતા રમતા નાક ની અંદર મેટલ નો બોલ્ટ નાખી દીધો હતો ત્યાર બાદ બોલ્ટ ખુબજ અંદર ફસાઈ જતા અને નાક  ની અંદર ની જગ્યા ખુબજ  સાંકડી હોવાથી બોલ્ટ કાઢવો ખુબજ મુશ્કેલ થઈ જાય એવાં સંજોગો માં ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ પૂર્વક દૂરબીન વડે 4 વર્ષ ના બાળક ના નાક માં જમણી બાજુ ફસાયેલ મેટલ નો બોલ્ટ ગણત્રી ની મિનિટો માજ  દૂરબીન વડે કાઢી આપી બાળક ને મુસીબત માંથી ઉગારી લીધો હતો આ કેસ  ની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળક ની ઉંમર માત્ર 4 વર્ષ બોલ્ટ ની મોટી સાઇઝ જે નાક ના કાણા કરતા પણ વધારે અને કાઢતી વખતે પણ નાક માંથી લોહી નીકળવાની સમસ્યા અને જો આ મેટલ નો બોલ્ટ નાક માં પાછળ સરકી ને ગળા માં ઉતરી જાય તો અન્નનળી કે શ્વાસનળી માં ફસાઈ જાય તો જીવ નું જોખમ ઉભુ થાય આ સર્વ વિકટ પરિસ્થિતિ માં પણ ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કાળજી પૂર્વક મેટલ નો બોલ્ટ નાક માંથી કાઢી આપ્યો હતો ડો ઠક્કરે આ અગાઉ પણ અનેક સફળ ઓપરેશન કરી અનેક માસૂમ બાળકો ને નવજીવન આપ્યું છે આ તબક્કે મોનીત ના પિતા મનોજ ભાઈ જોશી એ ડો હિમાંશુ ઠક્કર નો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો કે સમય સર ની સારવાર થી તેમનો પુત્ર  મોનિત યાતનામુક્ત થયો હતો ઠક્કર હોસ્પિટમાં આધુનિક સાધનો થી  કાન નાક ગળા ના તમામ રોગો નું નિદાન તથા સારવાર કરી આપવામાં આવે છે.