Abtak Media Google News

અવાવરું સ્થળ પર હત્યા કરી લાશ ફેંકી દીધી’તી: અજાણ્યા શખ્સની શોધખોળ

બોટાદના સેથડી ગામે સીમ વિસ્તારમાંથી બોથડ પદાર્થના ઘા મારી પાલિકાના પૂર્વ સભ્યની હત્યા કરતા ગામમાં ચકચારી મચી છે. હત્યારાએ પ્રૌઢનું ઢીમ ઢાળી દઈ અવાવરું સ્થળ પર લાશ ફેંકી દીધી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદના સેથડી ગામે રહેતા રવિન્દ્રભાઈ ઘનશ્યામ ઝૂલાસણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પિતા ઘનશ્યામભાઈ બાબુભાઇ ઝૂલાસણા (ઉ.વ.૫૦) ગત તા.૧૬મી જાન્યુઆરીના રોજ ઘનશ્યામભાઈ સેથડી થી રેફડા જવાના માર્ગે આવેલી વાડીએ નિણ વીણવા ગયા બાદ સાંજે પણ પરત ન આવતા પરિવારજનોએ પ્રૌઢની શોધખોળ હાથધરી હતી.

ઘનશ્યામભાઈની શોધખોળ દરમિયાન સેથડી થી રેફડા તરફ જવાના રસ્તેથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ મથકના પીઆઇ જે.વી.ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી ક્યાં કારણોસર હત્યા થઈ અને કોણે કરી તે અંગે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.