Abtak Media Google News

ભારતની પુરુષો અને મહિલાઓની હોકી ટીમ અહીં ૨૧મા રમતોત્સવમાંથી એકેય મેડલ જીત્યા વિના ખાલી હાથે પાછી ફરનાર છે.એકબાજુ ભારતના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરીને ૨૬ ગોલ્ડ મેડલ જીતી લાવી ત્યારે ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ ક્ષય પાદક જીતવામાં પણ નિષ્ફળ રહી હતી અને તેને કારણે ભારતના હોકી પ્રેમીમાં ભારે નિષ્ફળતા જોવા મળી હતી

કાંસ્યચંદ્રક માટેની મેચમાં બંને ટીમનો ઈંગ્લેન્ડ સામે પરાજય થતા તે ચોથા ક્રમે રહી હતી. પુરુષોની ટીમનો ૧-૨થી પરાજય થયો હતો અને મહિલાઓ ૦-૧થી હારી ગઈ હતી.ભારતીય મહિલાઓ આ ત્રીજી વેળા રમતોત્સવમાંથી કોઈ મેડલ જીત્યા વિના પાછી ફરશે અને છેલ્લી વેળા તે ૨૦૦૧માં ચંદ્રકોના મંચ સુધી પહોંચી હતી કે જ્યારે તેણે રજતચંદ્રક જીત્યો હતો.

પુરુષોની ટીમે છેલ્લા બે રમતોત્સવમાં રજતચંદ્રક મેળવ્યા હતા અને તે બંને વેળા તે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલમાં હારી જવા પછી રનર્સ-અપના સ્થાને રહી હતી.

ભારતીય કેપ્ટન મનપ્રીત સિંહ ટીમના દેખાવથી ઘણો નાખુશ હતો.

“અમે અહીં મેડલ જીતવા આવ્યા હતા, પણ કોઈ સફળતા પ્રાપ્ત થઈ ન હતી તથા અમે ઘણી નબળી હોકી આ સ્પર્ધામાં રમી હતી અને આવા નિરાશાજનક પરિણામની આશા કરી ન હતી, એમ તેણે કહ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.