Abtak Media Google News

અગાઉ લખ્યા મુજબ ગુરુના મેષ ભ્રમણ પહેલા જ ધાર્મિક બાબતોમાં ખટરાગના બનાવ સામે આવી રહ્યા છે અને પાકિસ્તાનમાં પણ અત્રે લખ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે બીજી તરફ   બુધ મહારાજ મેષ રાશિમાં પ્રવેશી ચુક્યા છે જ્યાં તેની યુતિ શુક્ર અને રાહુ સાથે થઇ રહી છે બુધ એ તર્ક છે અને રાહુ ઓનલાઇન સોફ્ટવેર છે બંનેના મિલન સાથે જ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ પર ઇટાલીએ પ્રતિબંધ મુક્યો છે અને બુધ રાહુ સાથે રહેતા આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ સામે ઘણા પ્રશ્નો વિશ્વમાંથી ઉભા કરવામાં આવશે અને એ સત્તાને પડકારવામાં આવશે

જો કે આગામી સમયમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ઘણું આગળ વધશે પણ કોઈ કોઈ ખૂણે એ માનવજાત માટે જોખમી પણ છે એવું વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. સૂર્ય મહારાજ મીનમાં થી પસાર થઇ રહ્યા છે જે હોસ્પિટલ અને જેલ દર્શાવે છે સૂર્ય એ સરકાર છે એટલે કે આ સમયમાં સરકારની નજર જેલ વહીવટ અને મોટી હોસ્પટલોના વહીવટ પર રહે અને એ બાબતમાં કડક પગલાં લેવાતા જોવા મળે. મેષ એ નવી શરૂઆત છે એટલે આગામી સમયમાં સૂર્ય અને ગુરુ બંને મેષમાં પ્રવેશ કરશે ત્યારે ઘણી નવી શરૂઆત થતી જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.