ઈંદોરમાં ‘પ્રાણવાયુ’ ખુટતા રીફલીંગ માટે બાટલા હવાઈમાર્ગે જામનગરમાં પહોંચાડાયા !!

0
58

આખા દેશમાં ઓક્સિજન વ્યવસ્થા અંગે કટોકટી સમાન માહોલ છે ત્યારે સંકટ સમયમાં ભારતીય વાયુદળ સંકટ મોચન બન્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ઈદૌર ખાતેથી એરફોર્સના સી-17 ટ્રાન્સપોર્ટ પ્લેન દ્વારા જામનગર ખાતે મેડિકલ ઓક્સિજન માટે ટેન્કર લવાયા હતા. આ ટેન્કરને જામનગરમાં રિફીલીંગ કરવામાં આવશે. આ ટેન્કર 20 મેટ્રીક ટનના હોવાનું જાણવા મળી રહ્યું છે. ટેન્કર ભરાયા બાદ માર્ગ મારફતે જામનગરથી ફરીથી ઈંદૌર મોકલવામાં આવશે. જેની પાછળ 20 કલાક જેટલો સમય લાગશે.

જો કે, હવાઈ માર્ગે ઈંદૌરથી જામનગર પહોંચતા માત્ર એક કલાકનો સમય લાગ્યો હતો. આ બન્ને શહેરો વચ્ચે 685 કિ.મી.નું અંતર છે. આ ટેન્કરમાં ગેસ હોવાથી પ્લેનમાં લઈ જઈ શકાય તેમ નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાણવાયુની પુરતી કરવા કરેલી હાકલના અનુસંધાને આ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here