Abtak Media Google News

અલ્પના મિત્રાને સિટી બસ અને ટ્રાફ્રિકનો હવાલો, એચ.યુ. ડોડીયાને બ્રિજ સેલ ઉપરાંત આવાસનું કામ સોંપાયું, વાય.કે.ગૌસ્વામીને સ્માર્ટ સિટીમાં મુકાયા, એટીપી  પરેશ અઢીયાને ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિંયર: એમ.આર.કામલીયાને રેસકોર્ષ સંકુલ ડેવલોપની કામગીરીમાંથી મુક્ત કરાયા

અબતક, રાજકોટ

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ બોટમ ટુ ટોપ ફેરબદલ કર્યો છે. મહાપાલિકામાં 4 સિટી એન્જીનીંયર અને 41 નાયબ કાર્યપાલક ઇજનેરની અરસ-પરસ બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રેસકોર્ષ સંકુલ ડેવલપની કામગીરીમાંથી એડીશ્નલ સિટી એન્જીનીંયર એ.આર.કામલીયાને મુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે વેસ્ટ ઝોનના ઇન્ચાર્જ કે.એસ.ગોહેલને અમૃત મિશન યોજનાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સ્પેશીયલ સિટી એન્જીનીંયર અલ્પના મિત્રાને આવાસ યોજના વિભાગમાંથી ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે એચ.યુ. ડોડીયાને બ્રિજ સેલ ઉપરાંત આવાસ યોજના વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. ઇસ્ટ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર વાય.કે.ગોસ્વામી આજી રિવર ફ્રન્ટ, અર્બન ફોરેસ્ટ, અમૃત મિશનની કામગીરી પરત લઇ લેવામાં આવી છે અને તેઓને આરએસસીડીએલના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા છે. જ્યારે વર્ષોથી એટીપી તરીકેની કામગીરી કરતા પી.ડી.અઢીયાને ઇસ્ટ ઝોન કચેરીના એડીશ્નલ સીટી એન્જીનીંયર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત 41 નાયબ કાર્યાપાલકની પણ બદલી કરવામાં આવી છે.

જેમાં બી.એમ. બોલાણીયા, આઇ.યુ.વસાવા, એન.એ.મકવાણા, વી.સી.કારીયા, બી.પી.વાઘેલા, એમ.આર. શ્રીવાસ્તવ, એચ.એસ.દવે, વી.વી.પટેલ, આર.એન. મકવાણા, એમ.સી.જોશી, એમ.ડી. રાઠોડ, એમ.આર. મકવાણા, આર.જી. પટેલ, વી.સી.મુંધવા, એસ.બી. છૈયા, જે.ડી.કુકડીયા, એચ.એચ. ટોળીયા, એચ.એમ. સોંડાગર, એચ.એન.શેઠ, એ.એચ. દવે, જે.જે.પંડ્યા, આર.બી. સોલંકી, બી.એન.ધામેચા, વી.એચ.ઉમટ, સી.બી.મોરી, પી.એમ. કાસુન્દ્રા, એમ.એમ.ખખ્ખર, કે.એલ.જોશી, એ.જી.પરમાર, બી.બી.ઢોલરીયા, એચ.પી.પરમાર, જે.એલ. શીંગાળા, કે.પી.દેથરીયા, જે.એ.ઝાલા, કે.એસ.ખરાડી, આર.સી. બગથલીયા, પી.સી. વેકરીયા, એન.એસ.પટેલીયા, આર.વી.જલુ, બી.પી.મહેતાનો સમાવેશ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.