Abtak Media Google News

નવી ટીમ ઇન્ડિયા મજબૂત મનોબળથી ઓસ્ટ્રેલિયાને પછડાટ આપશે?: અશ્ર્વિનની અને બુમરાહની ૩ વિકેટ અને મહમ્મદ સિરાઝે ૨ વિકેટ ઝડપી

આજે ટીમ ઇન્ડિયા તેરમો બોક્સિંગ ડે ટેસ્ટ રમી રહી છે ત્યારે આ ટેસ્ટ મેચમાં રહાણેની આગેવાની હેઠળ ભારતીય ટીમે ત્રણ બદલાવ કર્યા છે જેમાં બે ખેલાડી ટેસ્ટમાં ડેબ્યુ કરનારા છે. જેમાં શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહંમદ સીરાજનો સમાવેશ કરાયો છે. તેમજ વિકેટ કિપિંગની જવાબદારી શાહા પાસેથી છીનવી રિષભ પંતને સોંપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરનાર પૃથ્વી શોને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ભારતીય ટીમને ૪ બદલાવ જીત અપાવશે કે કેમ ? તે સવાલ ઉઠ્યો છે. જો કે, આજના પ્રથમ દિવસે આ લખાઈ રહ્યું છે ત્યારે કાંગારુંબો સ્કોર ૧૫૫ રન પર ૬ વિકેટે હતો. જેમાં ડેબ્યુ કરી રહેલા મોહંમદ સીરાજે ૨ વિકેટ ઝડપી હતી અને બુમરાહ – અશ્વિને પણ ૩-૩ વિકેટ લીધી હતી.

આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું યુવાધન મેદાનમાં ઉતર્યું છે ત્યારે ચોક્કસ ધોની સમયે જ્યારે પીઢ ખેલાડીઓ ઉણા ઉતર્યા હતા ત્યારે નવી ટીમે ટી – ૨૦ વર્લ્ડકપ જીતાડયો હતો તેવો ઘાટ હાલ ઘડાયો છે.  ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. બે ખેલાડી ટેસ્ટ ડેબ્યુ કરશે. તે છે શુભમન ગિલ અને ઝડપી બોલર છે મોહમ્મદ સિરાજ. વિકેટકીપિંગની જવાબદારી ઋષિમાન સાહા પાસેથી લઈ ઋષભ પંતને સોંપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરનાર પૃથ્વી શોને ટીમથી બહાર કરી દેવામાં આવ્યો છ જ્યારે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે.

કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી રજા પર ભારત પરત ફર્યો છે માટે કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. મિડલ ઓર્ડરના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા વાઇસ-કેપ્ટન રહેશે.

ભારતીય ટીમની જો વાત કરવામાં આવે તો અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

જાડેજાએ ભારત માટે ૪૯ ટેસ્ટમાં ૩૫થી વધુની સરેરાશથી ૧૮૬૯ રન બનાવ્યા છે. એમાં એક સદી અને ૧૪ ફિફ્ટીનો સમાવેશ છે. તેણે પોતાના છેલ્લા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ફિફ્ટી ફટકારી હતી. આ સિવાય તેણે ૪૯ ટેસ્ટ મેચમાં ૨૪.૬૩ની એવરેજથી ૨૧૩ વિકેટ પણ ઝડપી છે, આથી તેને ઓલરાઉન્ડર તરીકે તેને પ્લેઇંગ- ૧૧ માં સ્થાન આપવામાં આવ્યું છે.

વોર્મ-અપ મેચોમાં સારું પ્રદર્શન કરનાર લોકેશ રાહુલને આ વખતે પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શક્યું નથી. સુનીલ ગાવસ્કર સહિત કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ રાહુલને ટીમમાં સામેલ કરવાની માગ કરી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે હનુમા વિહારીને તક આપી, કદાચ કારણ કે તે પાર્ટ ટાઈમ સ્પિન પણ કરી શકે છે.

ભારતીય ઓપનર પૃથ્વી શો ડે-નાઇટ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો. પહેલી ઇનિંગમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં અને મેચના બીજા બોલ પર મિશેલ સ્ટાર્ક તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. બીજી ઇનિંગમાં ખાતું તો ખોલાવ્યું, પરંતુ તે ફક્ત ૪ રન જ બનાવી શક્યો અને પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો.

ભારતીય ક્રિકેટરોની ફિલ્ડિંગની નબળાઈ ‘ફિલ્ડિંગ’ ભરતા કરી દેશે!!

ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટરોની મિસ ફિલ્ડ પણ કારમી હારનો સામનો કરાવી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ સ્ટીવ સ્મિથનો કેચ ભારતીય ક્રિકેટરોએ છોડ્યો હતો જેના પરિણામે સ્મિથે પહાડ જેવો લક્ષ્ય ઉભો કરી દીધો હતો. એડીલેઇડ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટરોએ કુલ ૫ મહત્વના કેચ ડ્રોપ કર્યા હતા જેના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મોહંમદ કૈફએ કહ્યું હતું કે, પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ક્રિકેટરો ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતા નથી જેથી મોટાભાગે મિસફિલ્ડ થતી હોય છે. ભારતીય ક્રિકેટરો જેવી રીતે બેટિંગ અને બોલિંગને મહ્ત્વતા આપે છે તેવી મહ્ત્વતા ફિલ્ડિંગ આપતા નથી જેથી હેરાનગતિનો વારો આવતો હોય છે જેથી ટીમ ઇન્ડિયાએ  આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.