વિસાવદરના મોણીયા ગામે સ્ત્રી મિત્ર પર બોયફ્રેન્ડે ગુજાર્યો બળાત્કાર

 

મૈત્રી કરાર કરી છ માસથી સાથે રહેતી યુવતીએ બોયફ્રેન્ડના માતા-પિતા અને બહેન પર નોંધાવી ફરિયાદ

 

અબતક, રાજકોટ

વિસાવદરનાં મોણીયા ગામે રહેતા બોયફ્રેન્ડે સ્ત્રી મિત્ર સાથે છ માસથી મૈત્રી કરાર કરી અને યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ વિસાવદર પોલીસમાં નોંધાતા પોલીસે બોયફ્રેન્ડ અને તેના 8 પરિવાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ વિસાવદરનાં રાવણી ગામે રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વિસાવદરના મોણીયા ગામે રહેતો ધવલ રાજેશ રાઠોડ નામનો શખ્સ તેને મૈત્રી કરાર કરી પોતાનાં ઘરે રહેવા માટે લઇ ગયો હતો અને છ માસના મૈત્રી કરાર બાદ ધવલે યુવતી પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને ધવલની માતા દયાબેન રાઠોડ પિતા રાજેશ રાઠોડ અને તેની બહેન આરતી રાઠોડ યુવતી સાથે નાની વાતમાં ઝઘડો કરી મારકૂટ કરતો હતો અંતે કંટાળી યુવતીએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં બોયફ્રેન્ડ, તેના માતા-પિતા અને તેનાં બહેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.