Abtak Media Google News

યુવા ખેલાડી શુભમન ગિલે બેવડી ફટકારી : વનડેમાં બેવડી ફટકારનાર

ગિલ વિશ્વનો આઠમો અને ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો !!!

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિલે ધમાકેદાર પોતાની બેવડી સદી પૂરી કરી. શુભમન ગિલે 149 બોલમાં 208 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગીલે 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી. તેની ઇનિંગ્સના કારણે ભારતે 8 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શુભમન ગિલે બેવડી સદી ફટકાર્યા બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શાનદાર પ્રતિક્રિયા આપી હતી. ફિલ્મની મીમ શેર કરતાં સેહવાગે લખ્યું, ’ગિલ હૈ કી માનતા નહીં. શુભમન ગિલની શાનદાર બેવડી સદી.

હૈદરાબાદ ખાતે રમાયેલા ન્યૂઝીલેન્ડ સામેના પ્રથમ વન-ડે મેચમાં છેલ્લા ક્ષણે ભારતે ન્યૂઝીલેન્ડને 12 રને માત આપી હતી. એટલું જ નહીં પ્રથમ બેટિંગ કરતાં ભારતે 350 રનનો લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડને જીતવા માટે આપ્યો હતો ત્યારે એક તરફ એવું લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ એ છ વિકેટ ઝડપથી ગુમાવી દેતા ભારત સહજતાથી મેચ જીતી શકશે પરંતુ ન્યૂઝીલેન્ડના ખેલાડી બ્રેસવેલે તોફાની ઇનિંગ રમી હતી અને પોતાની બીજી સદી ફટકારી ભારતીય ટીમના બોલરોની લાઈન અને લેન્થ બગાડી નાખી હતી અને મેચને અત્યંત રસપ્રદ બનાવી દીધો હતો. જીતવા માટે ભારતીય બોલરોએ ઘણા ખરા હવાતી આ પણ માર્યા હતા પરંતુ મોહમ્મદ સિરાજે તેની છેલ્લી ઓવરમાં બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી લેતા મેચ ભારત તરફ વળ્યો હતો પરંતુ નવમી વિકેટ પડી ગયા છતાં પણ પ્રેસ વેલે પોતાની આક્રમકતા દાખવી હતી અને એક ક્ષણે એવું લાગ્યું હતું કે ભારત આ મેચ હારી જશે પરંતુ શાર્દૂલ ઠાકુરના બોલમાં બ્રેસવેલ લેગ બીફોર થતા ભારતીય ટીમ એ 12 રમે આ રસપ્રદ મેચ જીત્યો હતો.

ભારતના શુભમગિલ સિવાય  અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કોઈ બેટ્સમેને 35 રનને પાર થઈ શક્યું નહોતું. રોહિત શર્માં 38 બોલમાં 34 રન, વિરાટ કોહલી 10 બોલમાં 8 રન, ઈશાન કિશન 14 બોલમાં 5 રન અને સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 31 રન, હાર્દિક પંડ્યા 38 બોલમાં 28 રન બનાવી આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી શિપ્લેએ 74 રનમાં 2, ડેરિલ મિચેલે 30 રનમાં 2, લોકી ફર્ગ્યુસને 77 રનમાં 1, ટિકનરે 69 રનમાં 1 અને સેન્ટરને 56 રનમાં 1 વિકેટ લીધી હતી. ભારત તરફથી સર્વાધિક 4 વિકેટ મોહમ્મદ સીરાજે ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.