Abtak Media Google News
  • હળવદ ખાતે વિશાળ બ્રહ્મસંમેલન યોજાયું: મોટી સંખ્યામાં બ્રાહ્મણો રહ્યા હાજર
  • ધ્રાંગધ્રા-હળવદનો વિકાસ પૂર્ણત: શક્ય બનશે: પ્રકાશ વરમોરા
  • જયંતિભાઈ કવાડિયા, ગોવિંદભાઇ વરમોરા, હિમાંશુ વ્યાસ, કેતન દવે, બિપીનભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
  • ગઈકાલે ધ્રાંગધ્રા કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા દ્વારા  કરવામાં આવ્યું હતું: દીઘડિયા, સાપકડા, ભલગામડા, સુંદરી ભવાની સહિતના ગામોમાં જન સંપર્ક યાત્રા યોજી પ્રચંડ જનસમર્થન મેળવ્યું હતું.

વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રકાશ વરમોરાને જંગી બહુમતીથી જીતાડવા દરેક સમાજના લોકો અને આગેવાનો આગળ આવી રહ્યા છે. એટલું જ નહીં હળવદ-ધ્રાંગધ્રા બેઠક ખુબજ ઉપયોગી અને મહત્વની પણ માનવામાં આવી રહી છે. આ વાતને ધ્યાને લઇ હળવદ ખાતે વિશાળ બ્રહ્મસમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રકાશ વરમોરાને જીતાડવાની નેમ લીધી હતી.

હળવદ ધ્રાંગધ્રા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા દ્વારા અનેકવિધ ગામડાઓની મૂલાકાત લીધી હતી. જ્યાં ગ્રામજનોએ તેઓને ઢોલ-નગારા અને પુષ્પ વર્ષા સાથે તેઓને વધાવ્યા હતા. પ્રકાશભાઈ વરમોરાએ દીઘડીયા, સાપકડા, ભલગામડા, સુંદરી ભવાની સહિતના ગામોમાં જન સંપર્ક યાત્રા યોજી હતી. જેમાં તેઓને ખૂબ જ ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો એટલું જ નહીં તેઓનું ભવ્ય સામૈયું પણ યોજવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરા અત્યંત ખ્યાતનામ વ્યક્તિ હોવાના કારણે તેઓએ આ વિસ્તારને પૂર્ણત: વિકસિત કરવા માટેની પણ નેમ લીધેલી છે.  બ્રહ્મસંમેલનમાં ઉપસ્થિત બ્રહ્મ સમાજના આગેવાનો સામે પ્રકાશભાઈ વરમોરાએ તેમના કાકા ગોવિંદભાઈ વરમોરાને પણ યાદ કર્યા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલા સંસ્કાર અંગે માહિતી પણ આપી હતી. એટલું જ નહીં તેઓએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગપતિ હોવાના કારણે વિવિધ એસોસિએશનો સાથે જોડાયેલા છે અને ખૂબ ઊંચા હોદા ઉપર રહ્યા છે જેથી ઉદ્યોગોને કઈ રીતે વિકસિત કરવો અને અર્થવ્યવસ્થાને કઈ રીતે સુદ્રઢ બનાવી તે તેઓની ખાસિયત છે. ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાના મતદારો ઉપર તેઓને અનેરો ભરોસો અને વિશ્વાસ છે કારણકે તેમના દ્વારા કરવામાં આવેલા કામો અંગે લોકો પૂર્ણત: ઔગત અને સજાગ છે.હળવદ ખાતે યોજાયેલા વિશાળ બ્રહ્મ સંમેલનમાં વિવિધ બ્રાહ્મણ આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા પ્રકાશભાઈ વરમોરાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રકાશભાઈ વરમોરાને સમર્થન આપવા હાકલ કરી હતી. પ્રકાશભાઈ વરમોરા જણાવ્યું હતું કે તેમના જન સંપર્ક કાર્યક્રમોમાં લોકો ભાજપ ને સત્તામાં લાવવા માટે થનગની રહ્યા છે કારણકે કોંગ્રેસે કોઈ દિવસ વિકાસની વાત જ કરી નથી જ્યારે ભાજપ માત્ર ને માત્ર વિકાસને જ ભરેલું છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપર ભાજપને સત્તામાં લાવવા માટે લોકો પૂર્ણત: સજ્જ બન્યા છે અને વિકાસવાદના મંત્રને અપનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.