Abtak Media Google News

દ્વારકા જિલ્લામાં ઉમેદવારી સંદર્ભે ભાજપ કોંગ્રેસ અવઢવમાં છે. ખંભાળિયામાં ભાવિ ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ તથા આપ દ્વારા ઉમેદવારો શોધવાની કવાયત આખરી મોડ પર છે. ભાજપે દ્વારકા જિલ્લા પંચાયતના કુલ ૨૨ બેઠકો પૈકીના ૧૬ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. જયારે કોંગ્રેસ તથા આમ આદમી દ્વારા ઉમેદવાર લક્ષી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જેથી સમગ્ર વિસ્તારમાં આપણી બેઠકમાં કોણ ઉમેદવાર છે. આવા નામો જાહેર થવા માટે ભારે ઉત્સુકતા છે. ભાજપ માટે જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે મડાગાંઠ છે અને નગર પાલિકા માટે અવઢવની સ્થિતિ છે. જેથી જિલ્લા પંચાયતની ચાર પાલિકાની અઠયાવીસ સહિત તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોની પસંદગીમાં અસમંજસની સ્થિતિ સર્જાઇ છે જે પૂર્વે ભાજપના જૂના તથા પક્ષના હમદર્દ મનાતા પૂર્વ ઉમેદવારીનો પતા કપાવવાની સંભાવનાથી મડાગાંઠ સર્જાઇ છે. ખંભાળિયાનાં કેટલાક વોર્ડમાં બ્રાહ્મણોની સારી એવી બહુમતિ હોવા છતાં ભાજપને પત્ર પાઠવી બ્રહ્મ સમાજને નિર્ધારીત ટિકિટમાં અન્યાય થશે તો સમગ્ર બ્રહ્મ સમાજ ભાજપ સાથે તમામ બાબતે ઘેડો ફાડી નાંખશે આ બાબતનું નિર્દેશ બ્રહ્મ સમાજે વ્યક્ત કર્યો છે.ભાજપ દ્વારા આજે સાંજ સુધીમાં સતા વાર યાદી જાહેર થવાની સંભાવના છે જયારે કોંગ્રેસ દ્વારા ડાયરેકટ જ મેન્ડેટ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.