Abtak Media Google News

300 વીઘા માં દુર્ગાધામનું થશે નિર્માણ

અબતક, ગીજુભાઈ વિકમા, વિસાવદર

ગુજરાતમાં વસવાટ કરતા 60 લાખ ભુદેવને એક કરવા બ્રહ્મસેના  દુર્ગાસેના દ્વારા દુર્ગાધામ બનાવવાનો સંકલ્પ થયો… જમીન ખરીદીનું કાર્ય શરુ થયુ અને માત્ર 100 દિવસમાં 300 વીઘામાં કેશરડી તા બાવળા ખાતે દુર્ગાધામ નિર્માણનું નકિકી કરાયુ.. અનેક પ્રકારની કમિટી બનાવવામાં આવી.. બહોળી સંખ્યામાં લોકો સક્રીય થઈ રહ્યા છે … ભવ્યાતિભવ્ય મંદીર કે જેમા પંચાયતન પુજા સહીત સપ્તઋુષી,નવ નાથ, 51 શક્તિપીઠ,12 જ્યોર્તીલીંગનાં મંદીર 15 વીઘામાં બનાવવાનું નક્કી કરાયુ,

5 વીઘામાં ગૌશાળા અને 15 વીઘામાં એજ્યુકેશન  મેડીકલ સંકુલ બનાવવાનું આયોજન કરાયુ,10.000 બ્રાહ્મણ મહિલા અને બે રોજગારને આર્થીક સક્ષમ બનાવવા ફેકટરીનું નિર્માણ કરાશે જેમા 45 જેટલી પ્રોડ્ક્ટનું મેન્યુ.કરાશે.

12 વીઘામાં ક્રીકેટ બેડમીન્ટન ટેનીસ વેલીબોલ કબડ્ડી જેવી અનેક રમત માટે સ્પોર્ટ્સ એકેડમી બનાવાશે.. 20 વીઘામાં ગોકાર્ડી એમ્બ્યુઝમેન્ટ પાર્ક એડવેન્ચર પાર્ક વોટર પાર્ક બનાવાશે જે સૌથી મોટા ટુરીઝમ માટે બ્રહ્માસ્ત્રનું કાર્ય કરશે.

15 વીઘામાં ડેસ્ટીનેશન વેડીંગ માટે પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલ હોટલ રેસ્ટોરન્ટ કેફે તેમજ ફીલ્મી સેટ બનાવાશે.. રેકોર્ડીંગ સ્ટુડીઓ જેવી સુવિધા પણ ઊભી કરાશે.. 1008 ભુદેવનાં બ્રહ્મ ઈતિહાસને તૈયાર કરી મ્યુઝીયમ બનાવાશે જે બ્રાહ્મણોની ગૌરવગાથાને કરોડો લોકો સુધી પહોચાડશે.. 5 વીઘામાં યજ્ઞશાળા,કર્મકાંડી ઘાટ સત્સંગ કથા ડોમ જેવી સુવિધા ઊભી કરવામાં આવનાર છે.

બ્રહ્મસમાજની એકતા બને આર્થીક પરિસ્થીતિ મજબુત બને અને શૈક્ષણીક રીતે સમાજ આગળ આવે તેવા શુભ આશયથી બની રહેલા દુર્ગાધામમાં 108 સીટનું અધ્યતન ઈાંત ઈંફત ૠાતભ ઞાતભ માટેનું ટ્રેનીંગ સેન્ટર પણ બનનાર છે .. સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક પ્રકારનાં આયોજન નિયમીત રીતે દુર્ગાધામમાં યોજાતા રહેશે.. દર મહિનાનાં પ્રથમ રવીવારે સમુહ જનોઈ અને પસંદગી મેળાનું કાર્ય નિયમીત કરાતું રહેશે..જોબ ફેર જેવા આયોજન પણ થતા રહેશે.. દુર્ગાધામ સોસાયટીમાં 1008 પ્લોટ જે માત્ર બ્રાહ્મણ જ લઈ શકે અને રી સેલ પણ માત્ર બ્રાહ્મણને જ થઈ શકે તેવા કાયદા સાથે અપાશે જેમા 23 મયભ સુધીમાં 252 બુકીંગ અપાશે ત્યારબાદ અમદાવાદ ખાતે મળી રહેલ અધીવેશન બાદ બુકીંગ અપાશે.

પેટ્રોલપંપ મલ્ટીપ્લેક્ષ શોપીંગ સેન્ટર જેવી અનેક સુવિધા દુર્ગાધામમાં ઊભી થનાર છે.. બ્રહ્મસેનાંનાં પ્રમુખ ભાવેશ રાજ્યગુરુ 9662347512  ની આગેવાનીમાં અનેક ટીમ બનાવવામાં આવી છે … ઇ2ઇ ની એપ્લીકેશન પણ મહા અધીવેશનમાં લોન્ચ થનાર છે.. ઈતિહાસમાં પ્રથમવાર બ્રહ્મસમાજમાં આવુ વિરાટ અને સુંદર કાર્ય થઈ રહ્યુ દેશ વિદેશનાં લોકો સક્રીય બની કાર્ય કરે છે.. સરકારી અધીકારીઓ અને રીટાયર્ડ લોકો પણ સક્રીય બન્યા છે.. દરેક બ્રાહ્મણ અગ્રણીને અમદાવાદ ખાતેનાં મહાઅધીવેશનમાં પધારવા જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.