Abtak Media Google News

જેને ટૂંકમાં અટખ કહે છે. જન્મજાત આવતી આ બીમારી મોટા ભાગે સાઇલન્ટ રહે છે. ઘણા કેસમાં જ્યારે વ્યક્તિને હેમરેજ થાય ત્યારે ખબર પડે છે કે એને અટખની તકલીફ હતી, પરંતુ જો કોઈ કારણોસર ખ્સ્પ્નું નિદાન નુકસાન થાય એના પહેલાં થઈ જાય તો ત્રણ પ્રકારની સર્જરી છે જે મદદરૂપ થઈ શકે છે

મગજમાં લોહીની નળીઓનું ગૂંચળું વળી જાય છે જે દરદી માટે સમય જતાં ઘાતક સિદ્ધ થઈ શકે છે. મગજમાં રહેલા આ ગૂંચળાને આર્ટરીઓવીનસ માલફોર્મેશન કહે છે જેને ટૂંકમાં અટખ કહે છે. આપણે જોયું કે મગજનો આ પ્રોબ્લેમ જન્મથી જ હોય છે. કોઈ સંજોગોમાં તો એ અમુક ઉંમર પછી ડેવલપ થયો હોય એમ પણ બની શકે છે. વળી એ જન્મથી જ હોય એનો અર્થ એ બિલકુલ નથી કે તરત જ જન્મથી જ લક્ષણો દેખાવા લાગે. ઊલટું કાલે આપણે જોયું કે બને કે જીવન પર્યંત કોઈ લક્ષણો દેખાય જ નહીં. મોટા ભાગે જે લોકોમાં લક્ષણો દેખાતાં હોય છે એ ૧૦થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન જ દેખાતાં હોય છે. એમાં પણ ખાસ કરીને ૧૫થી ૨૫ વર્ષની ઉંમર દરમ્યાન લક્ષણો દેખાવાની શક્યતા વધુ રહે છે. મગજમાં રહેલાં આ અટખ મગજના ટિશ્યુને ધીમે-ધીમે ડેમેજ કરતાં જાય છે, પરંતુ એક વખત મિડલ-એજમાં પહોંચી ગયા પછી મગજમાં રહેલાં અટખ સ્ટેબલ થઈ જાય છે અને એનાં કોઈ ખાસ લક્ષણો દેખાતાં નથી. ઘણી વખત મગજનો અટખ ધરાવતી ગર્ભવતી સ્ત્રીને શરીરમાં બ્લડ-વોલ્યુમ વધવાને કારણે અને બ્લડ-પ્રેશર વધવાને કારણે લક્ષણો દેખાઈ શકે છે. ખ્સ્પ્માં પણ એક ગંભીર પ્રકાર હોય છે જેનું નામ છે ગેલન ડિફેક્ટ. આ એ પ્રકારનું AVMછે જેમાં જન્મ બાદ તરત જ લક્ષણો દેખાઈ આવે છે, કારણ કે આ પ્રકારમાં મગજની મોટી લોહીની નળીઓ સામેલ હોય છે જેને કારણે મગજમાં પાણી ભરાવા લાગે છે અને માથું સૂજી જાય છે. માથા પર ઊપસેલી નસો, આંચકી આવવી જેવાં કેટલાંક ખાસ લક્ષણો દેખાઈ શકે છે. આવા બાળકમાં હાર્ટ-ફેલ પણ થઈ શકે છે. હકીકત એ છે કે જે કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય તો ચોક્કસ ડોક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે. 

હેમરેજ

જે વ્યક્તિને અટખ હોય એના કયાં પ્રકારના ખતરા હોઈ શકે છે એ વિશે વાત કરતાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલ-અંધેરીના ઇન્ટરવેન્શનલ ન્યુરોરેડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોકટર કહે છે, એક AVMએની સાથે જોડાયેલી ધમની અને બાકીની લોહીની નળીઓ પર ખૂબ પ્રેશર ઉત્પન્લૃન કરે છે, જેને લીધે આ નળીઓ પાતળી બનતી જાય છે અને નબળી પડતી જાય છે. એને લીધે અટખની પોતાની નળીઓ કે એની સાથે સંકળાયેલી નળીઓ ફાટવાની શક્યતામાં વધારો થાય છે. નળી ફાટે એટલે મગજમાં બ્લીડિંગ થાય છે અને હેમરેજ થઈ શકે છે. અટખને કારણે નળી પર થતી અસર દર વર્ષે બે ટકા જેટલી વધે છે. આમ, ઉંમર વધતાં હેમરેજનો ખતરો વધતો જાય છે. વળી અમુક પ્રકારનાં ખ્સ્પ્માં હેમરેજ થવાનું રિસ્ક વધારે હોય છે. જો પહેલાં એક વખત અટખની નસો ફાટી હોય અને એમાં વ્યક્તિને બચાવી લેવામાં આવી હોય તો પણ બીજી વખત આવું થવાની શક્યતા રહે છે.

સ્ટ્રોક

AVMને કારણે વ્યક્તિ પર તોળાતા ખતરા વિશે વાત કરતાં ડોકટર કહે છે, ઘણાં અટખ એવાં હોય છે જેનાં કોઈ લક્ષણો ન દેખાવાને કારણે વ્યક્તિમાં એનું નિદાન જ થયું નથી હોતું, પરંતુ એવું ચોક્કસ બને કે એ ફાટે અને બ્લીડિંગ ખૂબ વધારે થાય જે વ્યક્તિ માટે ઘાતક નીવડે. બાળકો અને યુવાનોમાં હેમરેજનું મોટું કારણ મગજના અટખ હોઈ શકે છે. ફક્ત હેમરેજ જ નહીં, અટખને કારણે વ્યક્તિને સ્ટ્રોક પણ આવી શકે. સ્ટ્રોકનાં બે મુખ્ય કારણો હોય છે- એક તો લોહીની નળીઓમાં બ્લોકેજ અને બીજું હેમરેજ. અટખને કારણે થતા હેમરેજને કારણે વ્યક્તિને સ્ટ્રોક આવી શકે

મગજના ટિશ્યુમાં ઑક્સિજનની કમી

AVMહોવાને કારણે લોહી ધમનીમાંથી સીધું શિરામાં જતું રહે છે અને આ દરમ્યાન એનો ફ્લો ઘણો ઝડપી થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રોબ્લેમ સમજાવતાં ડોકટર કહે છે, હવે આ અટખની આસપાસ રહેલા બ્રેઇન-ટિશ્યુ આ ઝડપી વહી જતા લોહીમાંથી પૂરતી માત્રામાં ઑક્સિજન ગ્રહણ કરી શકતા નથી. પૂરતા ઑક્સિજનના અભાવે બ્રેઇન-ટિશ્યુ નબળા પડે છે અને મૃત્યુ પામે છે. જેને લીધે સ્ટ્રોક જેવાં ચિહ્નો આવી શકે છે. જેમ કે બોલવામાં તકલીફ, નબળાઈ, નિષ્ક્રિયતા, વિઝન-લોસ અને વધુ માત્રામાં બેલેન્સનો અભાવ જોવા મળી શકે છે. આ સિવાય AVMમાંથી ઝડપથી પસાર થતા લોહીને કારણે જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એમ વધુ ધમનીઓ મગજને લોહી પહોંચાડવાનું કામ કરવા લાગે છે, જેને કારણે અટખની સાઇઝ વધતી જાય છે અને મગજના બીજા ટિશ્યુ પર કે બીજા ભાગો પર એ દબાણ કરવાનું ચાલુ કરે છે. એને લીધે મગજના બીજા ભાગો ડેમેજ થવાનું શરૂ થાય છે.

ઇલાજ

નિદાન માટે વ્યક્તિને અટખ સ્કેન, સેરિબ્રલ એન્જિયોગ્રાફી અને CTસ્કેન મદદરૂપ થઈ શકે છે. અટખ મગજને નુકસાન પહોંચાડે એ પહેલાં જ જો એનું નિદાન થઈ જાય તો એનો ઇલાજ શક્ય છે. મોટા ભાગે ખ્સ્પ્નો ઇલાજ હેમરેજને રોકવા માટે થતો હોય છે. બાકી જો કોઈ ખાસ લક્ષણો હોય તો એના માટે પણ ઇલાજ જરૂરી છે. આ રોગનો ઇલાજ વ્યક્તિની ઉંમર, હેલ્થ, અટખની સાઇઝ અને એનું સ્થાન જોઈને જ નક્કી કરવામાં આવે છે. એના ઇલાજ વિશે વાત કરતાં ડોકટર કહે છે, આ રોગમાં સર્જરી કરવી જરૂરી છે. એમાં ત્રણ અલગ પ્રકારની સર્જરી છે જે આ રોગમાં ઉપયોગી થઈ શકે છે. એક તો સર્જિકલ રિમૂવલ એટલે કે જો અટખ મગજમાં કોઈ બહારની બાજુએ હોય જ્યાં સરળતાથી પહોંચી શકાય તો પરંપરાગત બ્રેઇન-સર્જરી કરીને આ અટખને કાઢવામાં આવે છે. બીજી સર્જરી છે એન્ડોવેસ્ક્યુલર એમ્બોલાઇઝેશન. આ સર્જરીમાં કેથિટરને પગની ધમનીમાં દાખલ કરી દોરા વડે મગજની ધમની સાથે જોડી એક ગુંદર જેવો પદાર્થ એમાં નાખવામાં આવે છે. આ પદાર્થને કારણે AVMને લોહી પહોંચાડતી ધમનીને અને સમગ્ર અટખને બ્લોક કરી દેવામાં આવે છે. આ પદ્ધતિ ટ્રેડિશનલ પદ્ધતિથી વધુ સેફ છે. આ સિવાય જો આ અટખ સાઇઝમાં નાનું હોય તો રેડિયોસર્જરી દ્વારા પણ એનો ઇલાજ થઈ શકે છે, જેમાં રેડિયેશન દ્વારા  બ્રેઇનની અંદર જ નાશ કરવામાં આવે છે, જે સૌથી સેફ સર્જરી કહી શકાય. ટેસ્ટ કર્યા બાદ AVMવિશે સંપૂર્ણ જાણકારી મેળવીને ડોક્ટર સૂચવે છે કે દરદીને કયા પ્રકારની સર્જરીની જરૂર છે. ઘણી વાર સર્જરીનું કોમ્બિનેશન કરીને ઇલાજ કરવામાં આવે છે.

 


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.