Abtak Media Google News

બ્ર્રહ્મસમાજની ચિંતન શિબીરમાં સામાજીક, શૈક્ષણિક, રાજનીતી, આર્થિક નીતિઓ ઉપર મનોમંથન: તેજસ ત્રિવેદી

ભૂદેવ સેવા સમિતિ છેલ્લા 1પ દાયકાથી બ્રહ્મપરિવારના ઉત્કર્ષ માટે સામાજીક તથા સેવાકિય કાર્યો કરી રહી છે. 1પ વર્ષ પહેલા બ્રહ્મપરિવારોના કલ્યાણ તથા સેવાના ઉમદા કાર્યો માટે સંસ્થાના સ્થાપક તેજસ ત્રિવેદી દ્વારા શરુઆત કરવામાં આવી હતી.

તા. 15-5 ને રવિવારના રોજ ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ જામનગર રોડ ખાતે આખો દિવસ સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી બ્રહ્મ પરિવારોના પાયાના પ્રશ્ર્નો તથા સામાજીક પ્રશ્ર્નો તેમજ ભવિષ્યની રુપરેખા માટે એક બ્રહ્મચિંતન શીબીર ઇન્ટેકચ્યુઅલ બ્રાહ્મીન સિમ્પોસીસ-2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓ તથા ગામેગામથી તડગોળના પ્રમુખો તથા સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સવારે 9 થી સાંજના 6 સુધી બ્રહ્મચિંતન શીબીરન પાંચ અલગ અલગ સેશનમાં યોજયા હતા.

કાર્યક્રમનું દિપ પ્રાગટય કશ્યપભાઇ શુકલ, વિજયભાઇ જોશી, સી.કે. જોશી, ડો. દર્શનાબેન પંડયા, ડો. અતુલભાઇ પંડયા, દર્શિતભાઇ જાની, જનકભાઇ દવે, ડો. રાજેશભાઇ ત્રિવેદી, ડો. અનુલભાઇ વ્યાસ, કેતનભાઇ બોરીસાગર, યોગેશભાઇ ભટ્ટ, ધનજયભાઇ દવે, પરાગભાઇ મહેતા, પરેશભાઇ રાવલ, જનાર્દનભાઇ આચાર્ય, કમલેશભાઇ જોશી, હરિશભાઇ મહેતા, શીરીશભાઇ ભટ્ટ, ડો. પ્રશાંતભાઇ ઠાકર, ડો. તેજસભાઇ ત્રિવેદી, અતુલભાઇ પંડિત, કીરીટભાઇ પાઠક, યોગેન્દ્રભાઇ લહેરુ, ડો. ઉમંગભાઇ શિહોરા, અશ્ર્વીનભાઇ મહેતાના વરદ હસ્તે કરી અને શીબીરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કશ્યપભાઇ શુકલએ પોતાના વકતવ્યમાં દિકરી-દિકરા બધાના ઉત્કર્ષ માટે એકતા અને સંગઠન  પર ભારપૂર્વક જણાવ્યું હતું.

શિબિરના પ્રથમ સેશન રોજગાર અને શૈક્ષણિક ના વકતા શ્રી ચિતંનભાઇ દવે, બ્રાહ્મણોમાં ચેતના તો પડેલી જ હોય છે માત્ર તેને જગાડવાની જરુર હોય છે.સંગઠન અને બ્રહ્મ ના વકતા જયદેવભાઇ જોશી જેઓ રીટા, સૈન્યમાં કેપ્ટન હતા. તેઓ ઇન્ટેકચ્યુઅલ બ્રહ્મ સિમ્પોસીસ એમાં સિમ્પોસીયમનો અર્થ એકથી વધારે લોકો અલગ અલગ વિષયો પર એક થઇ મનન, ચિંતન કરે તેવો થાય છે.

પ્રેરણાત્મક ના પ્રખર વકતા ડો. મનોજ જોશી અને પોતાના પ્રેરણાત્મક સેશન માં સમાજને કહ્યું પ્રેરણા ત્રણ અમરનો શબ્દ છે. અને પ્રેરણા શબ્દ સાંભળતા જ ચેતાતંત્રમાં લાગણી અનુભવાય છે.શૈક્ષણિક અને સામાજીક માં ડો. બળવંતભાઇ જાનીએ સમાજને રાહ ચિંધતા કહ્યું કે બ્રાહ્મણોમાં બુઘ્ધી શકિત તર્કશકિત તેના ડી.એન.માં જ છે. બ્રાહ્મણોએ પુજા અર્ચન અને મંત્રો દ્વારા તેજ વધારવું જોઇએ.

રાજનીતી ના યુવા વકતા અર્જુનભાઇ દવેએ વકતવ્યમાં કહ્યું કે, રાજનીતીએ ખુબ ઉંચુ સ્થાન ધરાવે છે. રાજકારણ અને રાજનીતીમાં ખુબ મોટી તફાવત છે. રાજનીતીમાં એવું કહેવામાં આવ્યું છે પ્રજા સુખી રહે તેવા કાર્યો રાજાએ કરવા જોઇએ. વર્ષોનો ઇતિહાસ આજ સુધી બ્રાહ્મણો હંમેશા રાજાની એકદમ નજીક રહ્યા છુે અને રાજ ચલાવવામાં હંમેશા રાજનીતીમાં સિઘ્ધાંતો શિખવાડવા છે.કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીએ કર્યુ હતુઁ. એન્કરીંગ અર્જુન દવે તથા ડો. રાજેશ ત્રિવેદીએ કર્યુ હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.