Abtak Media Google News

પરિણીતાના પતિના ભાગીદાર સહિત બે શખ્સો સામે નોંધાતો ગુનો

શહેરના 150 ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ સામે ફલેટ ખાલી કરાવવા પતિના ભાગીદારના પુત્ર સહિત બે શખ્સોએ પરિણીતાનો હાથ પકડી નિર્લજજ હુમલો કરી ધમકી દીધાની માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ સામે ફલેટમાં રહેતી માલતીબેન ઉર્ફે ભૂમિબેન વિપુલભાઇ કાચરોલા નામની 40 વર્ષની પટેલ પરિણીતાએ ફલેટ ખાલી કરાવવા ઓમ મહેશ રૈયાી અને તેના ફુવાના દિકરા વિકાસ વીરડીયા નામના શખ્સોએ હાથ પકડી નિર્લજજ હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે.

માલતીબેન ઉર્ફે ભુમિબેનના પતિ વિપુલ કાચરોલા અને ઓમના પિતા મહેશ ભાગીદારીમાં વીડીયો શુટીંગનું કામ કરે છે મહેશભાઇનો પુત્ર ઓમ અને તેના ફુવાના પુત્ર વિકાસ વીરડીયા ફલેટમાં ધુસી તમને નાક, શરમ નથી હજી ફલેટ ખાલી કર્યો નથી કહી વિકાસ વીરડીયાએ હાથ પકડી ખેચી નિર્લજજ હુમલો કર્યાનું અને ગાળો દીધાનું ફરીયાદમાં જણાવ્યું છે. માલવીયાનગરના એએસઆઇ જી.વાય. પંડયાએ બન્ને શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.