Abtak Media Google News

સુપ્રીમકોર્ટની બહાર એક મહિલા અને પુરુષે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેએ સુપ્રીમ કોર્ટના ગેટની બહાર પોતાને આગ લગાવી હતી. બંનેએ ગેટ નંબર Dથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુરતા ઓળખપત્ર વગર પ્રવેશ કરતા તેને સુરક્ષાકર્મીઓએ રોકી દીધા હતા. જે બાદ બંનેએ કોર્ટની બહાર આત્મવિલોપન કર્યું હતું.

તેને તાત્કાલિક પોલીસ વાન દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા . મળતી માહિતી મુજબ, તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પોલીસને સ્થળ પરથી એક બોટલ પણ મળી છે. એવી આશંકા છે કે તે બંને બોટલમાં જ જ્વલનશીલ વસ્તુ લઈને આવ્યા હતા અને તે પદાર્થથી જ શરીર પર આગ લગાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.